<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી અંતર્ગત પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા ભુજ જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય વોકેથોન : નશીલા પદાર્થોના દૂષણ વિરુદ્ધ જનજાગૃતિનો સંદેશ

પોલીસ મહાનિદેશક સીઆઈડી ક્રાઈમ અને રેલ્વે ગુજરાત ગાંધીનગરની સૂચના અન્વયે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ આયોજન : સ્વામિનારાયણ મંદિરના સંતોના આશીર્વચન : ધારાસભ્ય કેશુભાઈ પટેલ,પાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ સહિતના ઉપસ્થિત

 

 

 

 

 

 

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત ગાંધીનગરનાઓની સૂચના અન્વયે પોલીસ નિરીક્ષક સરહદી રેન્જ ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા 26 મી જુન માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી અંતર્ગત લોકોમાં નશીલા પદાર્થોનાં દુષણ અંગે જનજાગૃતિ ફેલાવવા વોકેથોનનું આયોજન કરવા સૂચના આપેલ હતી.

        જેના અનુસંધાને આજરોજ તા. 26/06/2026 નાં રોજ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લા પોલીસ દ્વારા ભુજ જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોશ્રીના આશીર્વચન તથા ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહના પ્રેરણારૂપ ઉદ્બોધન બાદ રેલીને ભુજ જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવેલ હતું.

આ વોકેથોન દરમ્યાન લોકોમાં નાર્કોટીક્સ ડ્રગ્સથી થતા નુકસાન તેમજ નાર્કોટીક્સ પદાર્થોથી દુર રહેવા માટેના બેનરો સાથે જ્યુબેલી ગ્રાઉન્ડ ભુજ થી કચ્છ મિત્ર સર્કલ થઈ ભુજ બસ સ્ટેશનથી લેક વ્યૂ હોટલ ખાતે આવી આ વોકેથોનની પૂર્ણાહુતિ કરવામાં આવેલ હતી.

 કાર્યક્રમમાં ભુજની શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લાના પોલીસ અધિકારી કર્મચારીઓ, હોમગાર્ડ યુનીટ ભુજના કર્મચારીઓ, બી.એસ.એફ. ભુજના કર્મચારીઓ જોડાયલ હતા.

(3:53 PM IST)