તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 19th May 2026
જામનગર તાલુકાની એકમાત્ર સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયા બાદ પ્રમુખ તરીકે સારાબેન વાઘાણી અને ઉપપ્રમુખ તરીકે નિશાબેન ગોસ્વામી બહુમતિથી ચૂંટાયા
કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી ઉજવણી

જામનગર:જામનગર જિલ્લાના સિક્કા નગરપાલિકામાં આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે બહુમતિ સાથે વિજય મેળવ્યો હતો. પ્રમુખ પદે કોંગ્રેસના સારાબેન વાઘાણી જ્યારે ઉપપ્રમુખ પદે કોંગ્રેસના નિશાબેન ગોસ્વામી બહુમતિથી વિજયી જાહેર થયા હતા.
આ ચૂંટણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ સુમરાની આગેવાની હેઠળ લડવામાં આવી હતી. ચૂંટણી પરિણામ જાહેર થતાં કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી, અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરવામાં આવી હતી.
સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસને મળેલી આ જીતને સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
