News of Saturday, 18th April 2026
આકરો ઉનાળો શરૂ થતા જ ગોંડલ યાર્ડમાં કેસર કેરીની ધૂમ આવક, 21,120 બોક્સની આવક સાથે સીઝન ખીલી
હાફૂસ, બદામ અને કેસર કેરીના લેટેસ્ટ ભાવ જાહેર: 10 કિલો અને 20 કિલોના બોક્સના ભાવમાં વધઘટ, વેપારીઓ અને ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ

ગોંડલ, તા.૧૮: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી છે. શનિવારે એક જ દિવસમાં કેસર કેરીના 21,120 બોક્સની ધૂમ આવક નોંધાતા યાર્ડમાં કેરીની મીઠી મહેંક પ્રસરી ગઈ છે. આવકમાં થયેલા વધારા સાથે વેપારીઓ અને ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હાલ યાર્ડમાં કેસર ઉપરાંત હાફૂસ અને બદામ વેરાયટીની કેરીની પણ સારી આવક થઈ રહી છે. ગુણવત્તા અને સાઈઝ પ્રમાણે કેરીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. સારી ગુણવત્તાવાળી કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવ 800 રૂપિયાથી લઈને 2200 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. જ્યારે 20 કિલોના બોક્સના ભાવ 1600 થી 4200 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા.
હાફૂસ કેરીના 10 કિલોના બોક્સના ભાવ 1200 થી 3000 રૂપિયા સુધી રહ્યા હતા. બદામ વેરાયટીની કેરીના ભાવ 10 કિલોએ 600 થી 1500 રૂપિયા સુધીના રહ્યા હતા. યાર્ડમાં રોજની આવક વધતા રાજ્યભરના વેપારીઓ ખરીદી માટે ઉમટી રહ્યા છે.
યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ આવનારા દિવસોમાં કેરીની આવકમાં વધારો થવાની શક્યતા છે. સારી ગુણવત્તાવાળી કેસર કેરીની માંગ સત વધી રહી છે, જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
