તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
સૌરાષ્ટ્રમાં અષાઢી બીજની ઉજવણીઃ જગન્નાથજીની રથયાત્રા
ગામે-ગામ રથયાત્રા, પૂજન, અર્ચન, ધુન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોઃ ભકતજનોમાં ઉત્સાહ

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અષાઢી બીજ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શ્રી જગન્નાથજી ભગવાનની ગામે ગામ રથયાત્રા સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે.
જસદણ
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ :.. જસદણના કૈલાશ નગર સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જસદણ શહેરમાં યોજાશે. શાષાી શ્રી ધર્મજીવનદાસજીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે યોજાનારી આ રથયાત્રા જસદણના કૈલાશ નગર સ્વામિનારાયણ મંદિર ખાતેથી તારીખ ૧૬-૦૭-૨૦૨૬ ને ગુરુવારે બપોરે ત્રણ કલાકે શરૂ થશે. સ્વામિનારાયણ મંદિરેથી શરૂ થયેલી આ શોભાયાત્રા મોતી ચોક, સરદાર ચોક, ગંગા ભુવન, આટકોટ રોડ, વળંદાવન સોસાયટી થઈને સ્વામિનારાયણ મંદિરે પરત ફરશે.
વિવિધ વિસ્તારોમાં સોસાયટીના ગેઇટ ઉપર નગરજનો દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવશે અને પ્રસાદ ધરવામાં આવશે. આ શોભાયાત્રામાં દરેક ધર્મપ્રેમી જનતાએ ઉત્સાહભેર જોડાવા જસદણ કૈલાશ નગર સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી ધર્મનંદનદાસજી સ્વામીએ અનુરોધ કર્યો છે.
કેશોદ
( સંજય દેવાણી દ્વારા) કેશોદ :.. અત્રે અષાઢી બીજ મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે સ્થાનિક હિન્દુ યુવા સંગઠન, હિન્દુ યુવા વાહીની તથા સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આજે ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા નું ધમધમપૂર્વક આયોજન કરવામાં આવેલ હતુ.
આજે સવારે ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી નગર ચર્યા એ નીકળ્યા હતા. ડીપી રોડ નજીક લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ અક્ષય અન્ન ક્ષેત્ર ખાતેથી ભગવાન શ્રી જગન્નાથજી ના પુષ્પો થી સુશોભિત દિવ્ય રથ નુ નગરયાત્રા માટે પ્રસ્થાન થયેલ હતું. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી બાદમાં શ્રી રણછોડ રાયજી મંદિરે રથયાત્રા સંપન્ન થયેલ હતી.
આ રથયાત્રામાં લોકો મોટી સંખ્યામાં ભક્તિ ભાવ સાથે ઉત્સાહભેર જોડાયા હતા. દરમિયાન અષાઢી બીજ ની પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથજીના મામેરા ના પ્રસંગની રસમ પરંપરાગત રીતે ઉજવવામાં આવેલ. (પ
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
