તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
ખંભાળીયામાં કરોડોની જમીનનો આસામીનો દાવો નામંજૂરઃ જગ્યા પાલિકાની જ થઇ
મીલન ચાર રસ્તા પાસે ત્રિકોણીયા જગ્યા અંગે ચૂકાદો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૬ :.. મીલન ચાર રસ્તા જેવા અત્યંત કિંમતી ગણાતા વિસ્તારમાં ત્રિકોણીયા જગ્યા જે ભગવતી મીલની દુકાનો તથા ચાર રસ્તા વચ્ચે ટ્રાફિક પોલીસ ચોકીની સામે આવેલી છે.
માત્ર ૭પ હજાર ભરી જગ્યા મેળવેલ પણ તેનું નિયમાનુસાર વેંચાણ ના થયું હોય પાલિકા દ્વારા આ જગ્યા પર ડિમોલેશન થતાં નથુ કારા દ્વાઆ આ જગ્યાનો વેચાણ દસ્તાવેજ પાલિકા કરી આપે તથા જગ્યાનો કબ્જો ભોગવટો પાલિકા પરત કરે તેવી ખંભાળીયા કોર્ટમાં ર૦૦૮ માં અરજી દાખલ કરેલી.
જે અંગે કોર્ટમાં વાદીઓ, પ્રતિ વાદીઓ તથા પાલિકાના ચીફ ઓફીસર તથા અધિકારીઓના નિવેદનો, જુબાની લેવામાં આવી હતી. તથા પાલિકા દ્વારા જરૂરી દસ્તાવેજો પણ રજૂ કર્યા હતાં.
જે દાવો ચાલી જતાં એડિશન સીનીયર સીવીલ જજ શ્રી મેઘાણી દ્વારા કાયદાના સિધ્ધાંતો તથા ગુણ દોષ તેમજ પાલિકાના વકીલ જીતેન્દ્ર કે. હિંડોચાની દલીલો ને ધ્યાનમાં રાખીને નથુ કારાના વારસોનો દાવો રદ કર્યો હતો.
કરોડોની ગણાતી જમીન હવે પાલિકા સાર્વજનિક ઉપયોગમાં લઇ શકશે. જો કે આ જગ્યા પર પણ કેટલાક લોકો વેંચાણ જેવી પ્રવૃતિ માટે ભાડા લેતા હતાં.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
