હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગર જિલ્લાના ૧.૦૭ લાખ ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી રૂ.૨૧.૫૭ કરોડની સહાય ચૂકવાઈ
જામનગરમાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૧: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ભીલડી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવતી હતી. જેના ભાગરૂપે જામનગર લેઉઆ પટેલ સમાજ ખાતે સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં જામનગર જિલ્લાના ૧.૦૭ લાખથી વધુ ખેડૂત કુટુંબોના ખાતામાં ડીબીટીના માધ્યમથી રૂ.૨૧.૫૭ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આર્થિક આધારરૂપ બની છે. આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારોને મળતી આર્થિક સહાય ખેતીના ખર્ચમાં ઉપયોગી બને છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવકને ટેકો આપવા તેમજ ખેતીક્ષેત્રને વધુ સુલ્લઢ બનાવવા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી રહી છે.
ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી અને પારદર્શક રીતે મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રની કામગીરી પણ મહત્વપૂર્ણ છે. તમામ ખેડૂતો સુધી સરકારી સહાય અને યોજનાઓનો લાભ પહોંચે તે માટે સંબંધિત વિભાગો દ્વારા સંકલન સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
કાર્યક્રમમાં જામનગર તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રગતિશીલ ૬ ખેડૂતો જેમાં મેડી ગામના ભાલોડિયા લતાબેન, હર્ષદપુર ગામના પટોળીયા ધીરજભાઈ, દડિયા ગામના નંદા ભાવેશભાઈ, ઠેબા ગામના સંઘાણી દિલીપભાઈ, મોડપર ગામના કોઠીયા ભીમજીભાઈ અને લોઠીયા ગામના વાદી ભીખુભાઈનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌએ બનાસકાંઠા ખાતે યોજાયેલા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪ મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેનાથી દેશના ૯.૩૪ કરોડ ખેડૂત કુટુંબોને રૂ.૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય અને ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.૧૦૫૧ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મેયર મોનીકાબેન વ્યાસ, જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી,ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા પ્રભારી સચિવ હર્ષદ પટેલ, કલેક્ટર પી.બી.પંડ્યા, જામનગર મહાનગર પાલિકાના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, અગ્રણી બિનાબેન કોઠારી, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ.ગોહિલ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, આગેવાનો, ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરોઃ કિજલ કારસરીયા, જામનગર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
