News of Thursday, 29th October 2026
જામનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત પાકોની ત્રણ નવી યોજનાઓ હેઠળ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લું મુકાયું
રાઈઝોમેટીક પાકો, ફળપાકોમાં ફિલ્ડ કવર અને બહુસ્તરીય વાવેતર પદ્ધતિની યોજનાઓ માટે તા. ૩૧ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

જામનગર:જામનગર જિલ્લાના તમામ વર્ગના ખેડૂતોને વર્ષ ૨૦૨૬-૨૭ માં બાગાયત વિભાગ દ્વારા મંજૂર થયેલ ત્રણ નવી યોજનાઓનો લાભ આપવા માટે સરકાર દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ ફરી એકવાર ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ યોજનાઓમાં તમામ જાતિના ખેડૂતો માટે રાઈઝોમેટીક એટલે કે આદુ અને હળદર જેવા પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ તથા ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ સામેલ છે, જ્યારે ફક્ત અનુસૂચિત જાતિના ખેડૂતો માટે બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આ યોજનાઓ હેઠળ સહાય મેળવવા ઈચ્છુક ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) પર આગામી તા. ૩૧.૧૦.૨૦૨૬ થી તા. ૧૫.૧૧.૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
લાભ મેળવવા માંગતા ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી અને આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે. અરજીમાં માંગવામાં આવેલા તમામ જરૂરી સાધન-કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ મેળવીને ખેડૂતે પોતાની પાસે જ રાખવાની રહેશે. ત્યારબાદ અરજીની પૂર્વ મંજૂરી મળ્યા પછી અસલ બિલ ફાઇલ જમા કરાવતી વખતે આ પ્રિન્ટ મેળવેલ અરજી પર સહી કરીને જરૂરી સાધન-કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૫૬૫) ખાતે જમા કરાવવાની રહેશે, તેમ નાયબ બાગાયત નિયામક, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
