તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
ભાવનગરમાં એસુસનો પ્રથમ એક્સક્લુઝિવ સ્ટોર શરૂ કરાયો
સ્ટોર પર ગ્રાહકો માટે એસુસના પ્રીમિયમ કન્ઝ્યુમર ઉત્પાદનો જેવા કે વિવોબૂક, ઝેનબૂક, આરઓજી (ROG) ગેમિંગ લેપટોપ્સ, ડેસ્કટોપ્સ અને ઓરિજિનલ એસેસરીઝ ઉપલબ્ધ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : દેશભરમાં પોતાનું રિટેલ નેટવર્ક મજબૂત કરવાના ભાગરૂપે વૈશ્વિક ટેક જાયન્ટ 'એસુસ ઈન્ડિયા' દ્વારા ભાવનગર શહેરમાં તેના સૌપ્રથમ એક્સક્લુઝિવ સ્ટોરની જાહેરાત કરવામાં આવી છે. ઇસ્કોન મેગા સિટી સામે, લીલા શાંતિ ટાવર-બી માં 'હરિપ્રિયા કોમ્પ્યુટર્સ' ખાતે આ નવો સ્ટોર શરૂ કરાયો છે. 336 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સ્ટોર પર ગ્રાહકો માટે એસુસના પ્રીમિયમ કન્ઝ્યુમર ઉત્પાદનો જેવા કે વિવોબૂક, ઝેનબૂક, આરઓજી (ROG) ગેમિંગ લેપટોપ્સ, ડેસ્કટોપ્સ અને ઓરિજિનલ એસેસરીઝ ઉપલબ્ધ કરાવાયા છે.
લોન્ચિંગ અંગે વાત કરતા એસુસ ઈન્ડિયાના નેશનલ સેલ્સ મેનેજર જીગ્નેશ ભાવસારે જણાવ્યું હતું કે, ગુજરાત અમારા માટે અત્યંત મહત્વનું બજાર છે. આ નવા સ્ટોરના માધ્યમથી ગ્રાહકો કંપનીની આધુનિક ટેકનોલોજીનો સીધો અનુભવ મેળવી શકશે.નોંધનીય છે કે, વૈશ્વિક સ્તરે ઇનોવેશન અને ડિઝાઇન માટે જાણીતી એસુસ ફોર્ચ્યુનની સૌથી પ્રશંસનીય કંપનીઓમાં સ્થાન ધરાવે છે. હવે ભાવનગરના ટેક પ્રેમીઓને સ્થાનિક સ્તરે જ વૈશ્વિક ખરીદીનો અનુભવ મળશે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
