<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે આત્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ગયેલા કેટલાક મુલાકાતીઓ અટવાયા : જુઓ વિડિયો

વન વિભાગ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ સ્થળ પર પહોંચી: ભારે વરસાદ વચ્ચે તમામ મુલાકાતીઓને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે આત્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ગયેલા કેટલાક મુલાકાતીઓ અટવાઈ ગયા હતા.

પરિસ્થિતિની જાણ થતાં વન વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી.
ફાયર વિભાગની ટીમને પણ બચાવ કામગીરીમાં જોડવામાં આવી હતી.
વન વિભાગ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ સ્થળ પર પહોંચી હતી.
ભારે વરસાદ વચ્ચે તમામ મુલાકાતીઓને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા.
બચાવ કામગીરી દરમિયાન જરૂરી તમામ સાવચેતી રાખવામાં આવી હતી.
વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સતત સ્થળ પર હાજર રહ્યા હતા.
મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટીમે તત્પરતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરી.
મુલાકાતીઓની સલામતી વન વિભાગની સર્વોચ્ચ પ્રાથમિકતા છે તેમ ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું.

(7:38 PM IST)