<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ધામેધામથી પધારેલા સંતોના હસ્તે નવી "અંતિમ યાત્રા સેવા" વાહનનું સેવા લોકાર્પણ

સ્વજનો ગુમાવનાર પરિવારજનોને દુઃખની ઘડીમાં રાહત,અંતિમ સંસ્કારની વિધિ સુચારૂ રૂપે પાર પાડી શકાય તે હેતુથી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સુવિધા ઉપલબ્ધ

રાજકોટ તા.૩૦ : સાળંગપુરમા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૮મો વાર્ષિક પાટોત્સવ અવસરે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર-સાળંગપુર ધામ ખાતે સમાજસેવા અને માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપે આજરોજ એક નવી "અંતિમ યાત્રા સેવા" વાહનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે.

         સ્વજનો ગુમાવનાર પરિવારજનોને દુઃખની આ ઘડીમાં રાહત મળી રહે અને અંતિમ સંસ્કારની વિધિ સુચારૂ રૂપે પાર પાડી શકાય તે હેતુસર આ વિશેષ વાહનની સેવા વડતાલધામ સહિત વિવિધ ધામેધામથી પધારેલા સદગુરુ સંતોના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.   આ નવા વાહનને ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યુ હતું  અને વિધિ સાથે તેને જનતાની સેવામાં સમર્પિત કરવામાં આવી હતી. આ સેવા થકી જરૂરિયાતમંદ પરિવારજનોને અંતિમ યાત્રા માટે ઉત્તમ અને આધુનિક સુવિધા પ્રાપ્ત થશે. 

        આ સેવા ગોકુળધામ-નાર શ્રી શુકદેવ સ્વામીની પ્રેરણાથી  આ સત્કાર્યમાં સહયોગ આપનાર દાતાઓ અને અગ્રણીઓનો સ્થાનિક નાગરિકો દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આયોજન શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

(3:28 PM IST)