<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

સૌરાષ્‍ટ્રના ખ્‍યાતનામ શિક્ષણવીદ તબીબ ડો.સંજયભાઈ ખાનપરાનો સુપેડી ચુંટણી કાર્યાલય ઉદ્ધાટન પ્રસંગે ભાજપમાં પ્રવેશ

ઉપલેટા : સૌરાષ્‍ટ્ર ના ખ્‍યાતનામ શૈક્ષણિક શંકુલ ડુમિયાણી ના પીપલ્‍સ વેલફેર સોસાયટી સંચાલિત વળજભુમી આશ્રમ તથા સુપેડી ના ઈવા કોલેજ ઓફ આર્યુવેદ ના ટ્રસ્‍ટી અને તબીબ પાટીદાર આગેવાન ડો સંજયભાઈ ખાનપરાને સુપેડી ખાતે યોજાયેલ ચુંટણી કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે પ્રદેશ ભાજપ ના ઉપાધ્‍યક્ષ રમેશભાઈ ધડુકે ભાજપનો ખેસ પહેરાવી આવકારેલ હતા. આ પ્રસંગે પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઈ પાડલીયા જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા ધોરાજી યાર્ડના વાઈસ ચેરમેન નિલેશભાઈ કણસાગરા વિગેરે આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.( તસવીર- ભોલુ રાઠોડ- ઉપલેટા)

(10:58 AM IST)