<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત ‘વિકસિત ભારત ૨૦૪૭’ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ.

રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા, કલાત્મક કૌશલ્ય, ટીમવર્ક તથા વિકસિત ભારત અંગેના વિચારો અને દૃષ્ટિકોણ રજૂ કરવાની તક મળી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમા લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના NSS સમિતિ દ્વારા સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત તા.૨૪/૦૯/૨૦૨૬ના રોજ ‘વિકસિત ભારત ૨૦૪૭’ થીમ આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૧ ટીમોના ૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પરંપરાગત રંગોળી કળાના માધ્યમથી ભારતના વિકાસ, નવીનતા, શિક્ષણ, ટેકનોલોજી, ટકાઉ વિકાસ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પ્રગતિ જેવા વિવિધ વિષયોને ઉજાગર કરતી રંગબેરંગી અને અર્થસભર રંગોળીઓ તૈયાર કરી હતી. આ રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા, કલાત્મક કૌશલ્ય, ટીમવર્ક તથા વિકસિત ભારત અંગેના વિચારો અને દૃષ્ટિકોણ રજૂ કરવાની તક મળી હતી. 

રંગોળી સ્પર્ધાનું મૂલ્યાંકન ડૉ. શિવાની આર. ઉપાધ્યાય (જનરલ ડિપાર્ટમેન્ટ) તથા પ્રો. ભારતી પરમાર (ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ) દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં સર્જનાત્મકતા, થીમ સાથેની સુસંગતતા, રંગોની પસંદગી, સ્વચ્છતા, મૌલિકતા જેવા વિવિધ માપદંડોને આધારે રંગોળીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા પૂર્ણ થયા બાદ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટીમને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ દ્વારા વિદ્યાર્થીઓના સર્જનાત્મક પ્રયાસો, ઉત્સાહ, સમર્પણ અને ટીમવર્કને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
‘વિકસિત ભારત ૨૦૪૭’ થીમના માધ્યમથી વિદ્યાર્થીઓએ વિકસિત અને પ્રગતિશીલ ભારત માટેના પોતાના વિચારોને સર્જનાત્મક રીતે રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ટીમવર્ક, સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહન મળ્યું હતું. આ સમગ્ર રંગોળી સ્પર્ધાનું આયોજન NSS સમિતિ, લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ, મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના કન્વીનર તરીકે ડૉ. જે. બી. ભેડા (જનરલ ડિપાર્ટમેન્ટ) તથા કો-કન્વીનર તરીકે પ્રો. ડી. બી. પટેલ (મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ) એ કામગીરી સંભાળી હતી

(11:44 PM IST)