<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

આટકોટઃ લાખાવડ રોડ ઉપર ઇકો ગાડી પલ્‍ટી ગઇ

આટકોટઃ વીરનગર લાખાવડ રોડ પર ઇકો ગાડી પલ્‍ટી ખાઇ જતા રોડ નીચે ખાબકી હતી. ઘટનાસ્‍થળે સેવાભાવી લોકો દોડી આવ્‍યા હતા. બેફામ ઇકો દોડતી હોય છે તેમાં સીંગલ પટ્ટી રોડ હોય ત્‍યારે ઓવરસ્‍પીડમાં ગાડીના ચાલકે કાબુ ગુમાવતા ગાડી પલ્‍ટી ખાઇ ગઇ હતી જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્‍ત થયા હતા. વીરનગરથી લાખાવડ ટુકો રોડ છે અને સીંગલ પટ્ટી રોડ છે.( તસ્‍વીરઃ કરશન બામટા, આટકોટ)

(11:29 AM IST)