<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

દ્વારકા જિલ્લામાં ઓખા નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો : ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ નંબર 4 માં ભાજપની ભવ્ય જીત : 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર

દક્ષાબેન થોભાણી, હીનાબેન નિમાવત, મિલન બારીયા અને ચેતનભા માણેકનો બિનહરીફ વિજય : આગામી તા. 11 ઓક્ટોબરે યોજાશે મતદાન અને 13 ઓક્ટોબરે જાહેર થશે પરિણામો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૯ : ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જેમાં ઓખા નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

 

બિનહરીફ વિજેતા થનાર ઉમેદવારોમાં વોર્ડ નંબર 4 ના ભાજપના દક્ષાબેન સુભાષભાઈ થોભાણી, હીનાબેન સુનીલભાઈ નિમાવત, મિલન મુકેશભાઈ બારીયા અને ચેતનભા ભાવસિંગભા માણેકનો સમાવેશ થાય છે. સામે કોઈ ઉમેદવાર ન રહેતા ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે, ઓખા નગરપાલિકાની ચૂંટણી માટે આગામી તા. 11/10/2026 ના રોજ મતદાન યોજાશે અને તા. 13/10/2026 ના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે.

(3:42 PM IST)