News of Friday, 18th September 2026
વસઇ ગામમા ખેતીની જમીનના અસલ દસ્તાવેજ સાથે ચેડા કરી તથા એટ્રોસીટી ગુનાના લીસ્ટેડ નાસતા-ફરતા મુખ્ય સુત્રધાર આરોપીને રાજકોટથી ઝડપી લેવાયો
બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોડ- જામનગરએ આરોપીને રાજકોટના ગેબનશાપીર દરગાહ વાળા રોડ પરથી દબોચી લીધો

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય(IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્રારા વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, હાર્દિકભાઇ ભટ્ટ, મહિપાલભાઇ સાદિયા, બીજલભાઇ બાલસરા નાઓને મળેલ બાતમી હકિકત મુજબ જામનગર સિક્કા પોલીસ સ્ટેશનના એ પાર્ટ ૧૧૨૦૨૦૫૭૨૫૦૩૭૯/૨૦૨૫ આઇ.પી.સી કલમ-૧૨૦(બી), ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ- ૩(૨)(૫), ૩(૧)(જી) ગુનામાં લીસ્ટેડ નાસતા-ફરતા આરોપી- અલ્તાફહુશેન સન/ઓફ આબીદહુશેન પીરમીયા સૈયદ (રહે.રઘુનંદન સોસાયટી ૬/૨ કોર્નર, પોપટપરા મેઇન રોડ - રાજકોટ મુળ રહે. સીંગસરગામ તા. સુત્રાપાડા જી. ગીરસોમનાથ વાળો ) રાજકોટ શહેર ગેબનશાપીર દરગાહ વાળા રોડ પર હાજર હોવાની બાતમી હકીકત મળતા સદરહું જગ્યાએ તપાસ કરતા મજકુર આરોપી ત્યાં હાજર મળી આવેલ હોય જેને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સિક્કા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
ગુનાની વિગત- સદરહું આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી વર્ષ-૨૦૧૮માં સિકકા પો.સ્ટે. વિસ્તારના વસઇ ગામ ખાતે ફરીયાદીની વડીલો પાર્જીત ખેતીની જમીન પચાવી પાડવા સારૂ ખોટા સાક્ષીઓ ઉભા કરી ફરીયાદીના પિતા(મરણ જનાર)ના મળતા નામ વાળા ખોટા વ્યકિતીને સાચા માલીક તરીકે દર્શાવી જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી ગુનાહીત કાવતરૂ રચી ગુનાને અંજામ આપેલ હતો.
આ કામગીરી એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
