<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ચોટીલાના જીવાપરમાં ગોરધનભાઇ પર ગામના બસ સ્‍ટેશન પાસે ધોકાથી હુમલો

હકા, વીરા સહિતે ફટકાર્યાનો આક્ષેપઃ રાજકોટ સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૨૬: ચોટીલાના જીવાપર ગામે રહેતાં ગોરધનભાઇ ધમાભાઇ પરાલીયા (ઉ.વ.૪૦) નામના યુવાન રાતે નવેક વાગ્‍યે ગામના બસ સ્‍ટેશન પાસે હતાં ત્‍યારે ધોકાથી હુમલો કરી બેફામ માર મારવામાં આવતાં ચોટીલા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા છે.

જાણવા મળ્‍યા મુજબ ગોરધનભાઇ પરાલીયા રાતે ઘરેથી નીકળીને નવેક વાગ્‍યે ગામના બસ સ્‍ટેશન પાસે આટો મારવા ગયા હતાં. આ વખતે તેમના પર ધોકાથી હુમલો થયાની જાણ થતાં પરિવારજનો દોડી ગયા હતાં. ચોટીલા હોસ્‍પિટલથી તેમને રાજકોટ લઇ જવાનું કહેવાતાં રાજકોટ સિવિલમાં દાખલ કરાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે નાની મોલડી પોલીસને જાણ કરી હતી.

ગોરધનભાઇ સાત ભાઇ અને ત્રણ બહેનમાં પાંંચમા નંબરે છે અને ખેત મજૂરી કરે છે. સંતાનમાં એક દિકરી છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં હકા અને વીરા ભરવાડ નામના શખ્‍સે ધોકાથી મારકુટ કર્યાનું જણાવાયું હતું. ગોરધનભાઇ બેભાન જેવા હોઇ હુમલો શા માટે થયો તે અંગે પરિવારજનો જાણતાં નથી. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(10:52 AM IST)