News of Thursday, 5th November 2026
પોરબંદરના મોઢવાડામાં ક્રિકેટ બેટ વડે હુમલોઃ જાનથી મારી નાખવાની ધમકી

(પરેશ પારેખ દ્વારા)પોરબંદરઃતા. પ, મોઢવાડાના યુવાન અને તેના મિત્ર ઉપર ર શખ્સોએ બેટ વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બગવદર પોલીસ સ્ટેશનમાં મોઢવાડા ગામના રામજીભાઇ ભરતભાઇ મોઢવાડિયાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ કે રાજ લખુભાઇ ઉર્ફે યોગેશ અને અજીત કારાભાઇ બન્ને સ્કુટીમાં પાછળથી આવીને પોતાને તેમજ સાથે રહેલા મિત્રને રવિને ક્રિકેટના બેટ વડે અને ઢીકાપાટુથી મારીને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બગવદરના હેડ કોન્સ્ટેબલ વી.આર. વાઘેલા તપાસ ચલાવે છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
