<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

જામનગરમાં એસ્‍ટેટ શાખાની ટીમ ઉપર હૂમલો

 

જામનગરઃ અંબર ચોકડીએ નવા ફલાય ઓવર બ્રિજ નીચે દબાણકર્તાઓને હટાવવા ગયેલ મહાનગરપાલિકા એસ્‍ટેટ શાખાના કર્મચારીઓ પર જીવલેણ હૂમલો થતા કર્મચારીઓ પર પથ્‍થર મારો થતા માથા ફુટયા અને ઇજાગ્રસ્‍ત થયા છે. જામનગર મહાનગરપાલિકાના હંગામી કર્મચારીને આંખમાં સ્‍પ્રે છાંટીને ઇજાગ્રસ્‍ત કરેલ છે. સૌરાષ્‍ટ્રના સૌથી લાંબા ફ્‌લાયઓવર બ્રીજ નીચે ચોકડી પાસે એસ્‍ટેટ વિભાગની ટુકડી પર હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં એસ્‍ટેટ શાખાના કર્મચારી વિજય પ્રેમજી રાઠોડ, મહીપત દાઉદિયા, ચેતનસિંહ જાડેજા અને વિજયસિંહ ઝાલાને ઇજા થતા જી.જી. હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે. જ્‍યાં મહાનગરપાલિકાના સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષ નેતા મોદી સહિતના અગ્રણીઓ પહોંચી ગયા હતા અને સારવાર અપાવી આગળની પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(10:54 AM IST)