News of Monday, 14th September 2026
જામનગરમાં પાનની દુકાનમાં ઘૂસી ધોકા-પાઈપથી હુમલો: બે ઘાયલ : સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ : જુઓ વિડિયો
વિક્ટોરિયા પુલ પાસે ગણપતિ પંડાલ નજીક બેઠેલા યુવક પર ચાર-પાંચ શખ્સોનો હુમલો, બચવા પાનની દુકાનમાં ઘૂસ્યો તો અંદર પણ માર્યો, વીડિયો વાયરલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૪ : મનગરમાં વિક્ટોરિયા પુલ પાસે આવેલ ગણપતિના પંડાલ પાસે એક યુવક પર ચાર-પાંચ શખ્સો દ્વારા ધોકા-પાઈપ વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પંડાલ પાસે બેઠેલા યુવક પર અચાનક ચાર-પાંચ શખ્સો ધોકા અને પાઈપ લઈને તૂટી પડ્યા હતા. હુમલાથી બચવા માટે યુવક ત્યાંથી ભાગીને નજીકમાં આવેલી પાનની દુકાનમાં ઘૂસી ગયો હતો. જોકે હુમલાખોર શખ્સો દુકાનની અંદર પણ ઘૂસી ગયા હતા અને યુવકને બેરહેમીથી માર માર્યો હતો.
આ ધોકા-પાઈપ સાથે થયેલી મારામારીમાં બે વ્યક્તિ ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે અને માથાકૂટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(તસ્વીર: કિંજલ કારસરીયા, જામનગર)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
