<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

કચ્છના મુન્દ્રા-પાણીપત IOCL પાઇપલાઇનમાં ડીઝલ ચોરીના પ્રયાસ નિષ્ફ્ળ :કુલ 7 આરોપીઓની ધરપકડ

પોલીસે ઘટનાસ્થળેથી ચોરીમાં વપરાયેલા હથોડી, પાવડા અને ત્રિકમ જેવા સાધનો કબજે કર્યા

કચ્છના મુન્દ્રા-પાણીપત IOCL પાઇપલાઇનમાં ડીઝલ ચોરીના પ્રયાસનો ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ચુડવા સીમ વિસ્તારમાં પાઇપલાઇન ખોદીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એલાર્મ સિસ્ટમ સક્રિય થતાં જ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસે સીસીટીવી, હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે ગાંધીનગરના સાદરા, પાટણ અને ગાંધીધામમાંથી કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનો કબૂલ્યો છે, અને પોલીસે ઘટનાસ્થળેથી ચોરીમાં વપરાયેલા હથોડી, પાવડા અને ત્રિકમ જેવા સાધનો કબજે કર્યા છે. નોંધનીય છે કે પકડાયેલા કેટલાક આરોપીઓ અગાઉ પાઇપલાઇન ચોરી અને જુગારના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે

(11:56 PM IST)