હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલમાં બ્રિજેશ જેઠવાની હત્યાનો પ્રયાસ
આજે તો તને મારી નાંખવો છે.. નદીના પાળા ઉપરથી ઉંધો લટકાવ્યોઃ ફ્રેન્ડને મેસેજ કરવા બાબતનો ખાર રાખી ૪ શખ્સો તૂટી પડયા છરીની અણીએ તમારા સમાજ વિશે ખરાબ બોલ્યો તો અને છોકરી બાબતે ઝઘડો કરાવ્યો હતો એટલે મને માર મારેલ તેવુ બોલવા મજબુર કરી ચારેય શખ્સોએ વિડીયો ઉતાર્યો

રાજકોટ તા.૨૧: ગોંડલમાં ફ્રેન્ડને મેસેજ કરવા બાબતનો ખાર રાખી યુવકને બેફામ મારમારી નદીકાંઠાના પાળેથી ઉંધો લટકાવી પાણીમાં ડુબાડી મારી નાંખવો છે તેમ કહી હત્યાનો પ્રયાસ કર્યાની ૪ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ દરજી કામ કરતા બ્રિજેશ કમલેશભાઇ જેઠવા (ઉ.વ.૧૯) રે.લાલપુર પાસે રણછોડનગર શેરી નં.૧ ગોંડલએ આરોપી (૧) ગૌતમ મહેન્દ્રભાઈ વાઘેલા, (૨) મીલન ભનુભાઈ ઝાલા, (૩) સ્મીત ઉર્ફે રાજા હરસુખભાઈ પરમાર તથા (૪) રોનક જયેશભાઈ પરમાર રે. તમામ ગોંડલ સામે ગોંડલ સીટી પોલીસમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની ફ્રેન્ડને આરોપી નં.(૧) ગૌતમ વાઘેલા એકાદ મહીના ૫હેલા સબંધ રાખવા માટે વોટસએપમાં મેસેજ કરતો હોય અને ત્યા શેરીમાં આંટાફેરા મારતો હોય જેથી ફરીયાદીની ફ્રેન્ડએ આ આરોપીને સમજાવવા ફરીયાદીને કહેલ જે બાબતેનો ખાર રાખી આરોપી નં.(૧) થી (૪) પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે ગોંડલ મેલડીમાં મંદીર પાસે આવેલ ગોંડલી નદી કાંઠે આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ઢીકા પાટુ નો માર મારી તથા આરોપી નં.(૧) તથા (૨) નાએ બેલ્ટ (પટા) વડે ફરીયાદીને શરીરે માર મારતા હોય જે દરમ્યાન ફરી યાદીના મીત્ર વત્સલ જોષી વચ્ચે પડતા તેને પણ ઈજા કરી તેમજ આરોપી નં.(૩) નાએ ફરીયાદીને છરી બતાવી ‘‘તમારા સમાજ વિશે ખરાબ બોલ્યો તો અને છોકરી બાબતે ઝગડો કરાવ્યો હતો એટલે મને માર મારેલ '' તેવુ બોલવા મજબુર કરી મોબાઇલમાં વિડીયો ઉતારેલ ત્યાર બાદ ચારેય આરોપીઓએ ફરીયાદીને પગ પકડી મારી નાખવાના ઇરાદે નદીના કાંઠે પાળા પરથી ઉંધો લટકાવી આજે તો તને પાણીમાં ડુબાડી મારી જ નાખવો છે અને જો તુ કયાંય પોલીસ કેસ કરવા જઈશ તો તને જાનથી મારી નાખીશુ તેમ ધમકી આપી હતી. આ ફરીયાદ અન્વયે પોલીસે ઉકત ચારેય શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
