<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

બોટાદ ખાતે ખેડૂત સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધરતીપુત્રો સાથે સંવાદ કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઈને દેશના વડાપ્રધાન તરીકેના 25 વર્ષના અવિરત કાર્યકાળ દરમિયાન ખેડૂતોના કલ્યાણ માટે થયેલ વિવિધ કાર્યો અને કાર્યરત અનેકવિધ યોજનાઓ અંગે ખેડૂતો સાથે વાર્તાલાપ કરતા જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર :ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે બોટાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘ખેડૂત સંવાદ‘ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ખેડૂત સંવાદ કાર્યક્રમમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ રહી હતી. 
આ અવસરે જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઈને દેશના વડાપ્રધાન તરીકેના 25 વર્ષના સેવા, સમર્પણ અને સુશાસનના અવિરત કાર્યકાળ દરમિયાન ખેડૂતોના કલ્યાણ માટે થયેલ વિવિધ કાર્યો અને કાર્યરત અનેકવિધ યોજનાઓ અંગે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે કૃષિ ઉત્પાદન, સિંચાઈ સુવિધા, ખેતી માટે જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા, ખેડૂત સહાય તેમજ ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાના હેતુથી અમલમાં મૂકાયેલી વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અને પહેલોની અંગે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેનભાઈ હિરપરા, જિલ્લા ભાજપા પ્રમુખ મયુરભાઈ પટેલ, પ્રભારી દશરથજી ઠાકોર સહિત આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

(7:34 PM IST)