તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ગોંડલમાં રેલ્વેના નિવૃત કર્મચારી અતુલભાઇને એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરાવી ૩.પ૮ લાખની ઠગાઇ
એસબીઆઇ બેંકના કર્મચારીની ખોટી ઓળખ આપી ફોન નંબર, એ.ટી.એમ. કાર્ડ અને ઓ.ટી.પી. સહિતની માહિતી મેળવી ગઠીયા દ્વારા ધુંબોઃ ગોંડલ સીટી પોલીસમાં ગુનો

રાજકોટ, તા. ૧૪: ગોંડલના ગોકુલ વાટીકા સોસાયટીમાં રહેતા અતુલભાઇ જમનાદાસ બોસમીયા (ઉ.વ. ૬૭) ને એસ.બી.આઇ.ના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી અજાણ્યા ફોન નંબર ધારકોએ એ.પી.કે. ફાઇલ ઇન્સ્ટોલ કરાવી રૂા. ૭.૧૦ લાખના પર્સનલ લોન એપ્રુવ કરવી તેમાંથી ૩.પ૮ લાખના ટ્રાન્જેકશન કરી ઠગાઇ કર્યાની ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
ગોંડલ સીટી બી ડીવીઝનના એએસઆઇ બી.આર. ખાચર આ મામલે અતુલભાઇ બોસમીયાની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસનો દૌર શરૂ કર્યો છે. અતુલભાઇએ પોલીસને જણાવ્યું કે તે અગાઉ રેલ્વેમાં નોકરી કરતા હતા, ગઇ તા. ૩ ના તે ઘેર હતા ત્યારે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે હિન્દી ભાષામાં હું એસ.બી.આઇ. બેંકના હેલ્પ ડેસ્કમાંથી બોલુ છું તમે બેંકની યુનો એપ વાપરતા નથી. તેમાં લોનની ઓફર છે. જેથી મેં તમારા વોટસએપમાં યુનોએપ ખોલીને જોતા એસ.બી.આઇ. બેંકના લોગોવાળી એપીકે ફાઇલ મોકલી હતી. જેના પર કલીક કરી ઇન્સ્ટોલ કરતા કોલ કરનાર ફોન નંબર, એ.ટી.એમ. કાર્ડ, પીન નંબર અને ઓ.ટી.પી. સહિતની માહિતી માંગી હતી. જે તેને આપતા જ ફોન કટ થઇ ગયો હતો. સાંજના સમયે તેના મોટા પુત્રએ ફોન ચેક કરી તેને જણાવ્યું હતુ કે ‘પપ્પા બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેકશન નથી રૂા. ૩.પ૮ લાખ અન્ય એકાઉન્ટમાં ગયા છે. તેમ વાત કરી હતી. આથી બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી માહિતી માંગતા તેના બેંક એકાઉન્ટમાં ૭.૧૦ લાખની પર્સનલ લોન જમા થયાનું અને તેમાંથી ટ્રાન્ઝેકશન થયાનું જાણવા મળતા ફરીયાદ નોંધાવી હતી
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
