તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
વિસામણ દેરાસર ખાતે વિવિધ પૂજનો સાથે પ્રતિષ્ઠા મહોત્સવનો મંગલારંભ
કણકોટ ગામ, તા.વાંકાનેર ખાતે તા.૧૮ થી ૨૨ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયનો પંચન્હિકા પ્રતિષ્ઠા મહોત્સવઃ અંજનશલાકા કાલે માતા-પિતા, ઇન્દ્ર-ઇન્દ્રાણીની સ્થાપના, ચ્યવન કલ્યાણક, દિવ્ય વિધાન તથા દેવીપૂજન યોજાશે પૂ.આ.ભ. લબ્ધિપ્રભ સુરીશ્વરજી મ.સા., પૂ.આ.ભ. જે.પી. ગુરૂદેવ આ.ઠા. ૪ની નિશ્રા

રાજકોટ તા.૧૮: વિસામણ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ, રાજકોટ - વાંકાનેર હાઈ-વે પર કણકોટ - ફેક્ટરીના આંગણે મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન આદિ તીર્થંકર પ્રભુ તથા ગણધર ભગવંત, દેવ-દેવીની સંક્ષિપ્ત અંજનશલાકા - પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પાવન પ્રારંભ થયો છે.
આ પ્રસંગે પૂ.આ.ભ. લબ્ધિપ્રભ સૂરીશ્વરજી મ.સા.,પૂ. ક્રાંતિકારી વિચારક પ્રવચન પ્રભાવક અધ્યાત્મ ચિંતક આચાર્ય ભગવંત શ્રી વિજય જયપ્રભ સૂરીશ્વરજી મ.સા. (જે.પી.ગુરુદેવ) પૂ. મુનિરાજ શ્રી જિનશાસન વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી જિનદર્શન વિજયજી મ.સા. આદિ ઠાણા - ૪એ પાવન નિશ્રા પ્રદાન કરેલ છે. વિધિકાર તરીકે સંજયભાઈ શાહ (બોરસદ વાળા)અમદાવાદ તથા સંગીતકાર તરીકે પ્રતાપભાઈ શાહે રમઝટ બોલાવી હતી.. પંચ દિવસીય કાર્યક્રમના આજે પ્રથમ દિવસ તા.૧૮ને ગુરુવારના રોજ સવારે ૧૦ કલાકે વિવિધ પૂજનનો પ્રારંભ ક્ષેત્રપાલ પૂજન, માણેક સ્થંભ સ્થાપના, તોરણ સ્થાપના લઘુ નંદાવર્ત સવારે દશ દિક્પાલ પૂજન સોળ વિદ્યાદેવી પૂજન, ભૈરવ પૂજન. નવગ્રહ પૂજન અષ્ટ મંગલ પૂજન લઘુ વીશસ્થાનક, લઘુ સિદ્ધચક્ર પૂજન, પૂજન આદિ સર્વ પૂજન યોજાયા હતા. જયારે દ્વિતીય દિવસ તા. ૧૯ને શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે માતા - પિતા, ઈન્દ્ર - ઈન્દ્રાણીની સ્થાપના ચ્યવન કલ્યાણક દિવ્ય વિધાન. દેવીપૂજન, તળતીય દિવસ તા.૨૦ ને શનિવાર સવારે ૧૦ કલાકે જન્મ કલ્યાણક વિધાન, ૫૬ દિક્કુમારી જન્મ મહોત્સવ, મેરુ અભિષેક, નૂતન પ્રતિમાના ૧૮ અભિષેક, પ્રિયંવદા દાસી દ્વારા જન્મ વધાઈ, ફૈઆરૂ - નામકરણ, મામેરું લગ્ન રાજ્યાભિષેક, રાજ્ય તિલક, ૯ લોકાંતિક દેવો દ્વારા વિનંતી, દીક્ષા કલ્યાણકનું વિધાન, મધ્ય રાત્રિ શુભ મુહૂર્ત પર અધિવાસના તેમજ અંજન શલાકા યોજાશે.
ચતુર્થ દિવસ તા.૨૧ને રવિવારના રોજ વહેલી પ્રભાતે પ્રથમ દર્શન, નિર્વાણ કલ્યાણકના ૧૦૮ અભિષેક સવારે શુભ મુહૂર્તે પરમાત્મા, ગણધર, દેવ - દેવીની પ્રતિષ્ઠા બપોરે ૧૨.૩૯ શ્રી લઘુ શાંતિ તાાત્ર પૂજન તથા પંચમ દિવસ તા.૨૨ સોમવારના રોજ સવારે શુભ મુહૂર્તે જિનાલય દ્વારોઘાટન યોજાશે. કુંભચક્ર હોવાના કારણે કુંભ સ્થાપના, દિપક સ્થાપના, જવારારોપણ તા.૧૪ ને રવિવારના રોજ યોજાયું હતું. ભાવિકોને માતૃશ્રી ઇલાબેન સુરેશચંદ્ર વસા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
