તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
કચ્છના સિંધોડીના દરિયા કિનારે ઓસ્ટ્રેલિયન સેટેલાઈટ ફોન અને ડ્રગ્સના ૧૧ પેકેટ મળ્યા
એજન્સીઓના સયુંક્ત પેટ્રોલિંગ દરમ્યાન SOS સંદેશ માટેનો સીલ પેક સેટેલાઈટ ફોન મળતા તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૭: કચ્છનો દરિયા કિનારો ડ્રગ્સ અને શંકાસ્પદ ઉપકરણો મળી આવતાં ફરી એક વખત ચર્ચામાં છે. અગાઉ ચાઈનીઝ બનાવટના ડ્રોન મળ્યું તે ઉપરાંત સતત બિનવારસુ ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે. હવે અબડાસા તાલુકાના એ જ સરહદી દરિયાઈ વિસ્તારમાં સિંધોડી ગામના દરિયા કિનારેથી ઓસ્ટ્રેલિયન બનાવટનો સીલ પેક વણવપરાયેલો સેટેલાઈટ ફોન ઉપરાંત ડ્રગ્સના ૧૧ પેકેટ મળી આવ્યા છે. ૫ કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ બિનવારસુ મળ્યું છે. સેટેલાઈટ ફોનનો ઉપયોગ દરિયામાં ઈમર્જન્સી દરમ્યાન કરાય છે. સ્થાનિકે કચ્છમાં કાર્યરત સુરક્ષા એજન્સીઓના સયુંક્ત પેટ્રોલિંગ દરમ્યાન આ શંકાસ્પદ ફોન અને ડ્રગ્સ મળી આવ્યા હતા.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
