તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 17th November 2026
સાયલા અને થાનમાં કોલસા ચોરી સામે તંત્રની તવાઈ: ૩૦ ગેરકાયદે કૂવાઓ અને ૩૦ ચરખીઓ ઝડપાઈ: ૬૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ગેરકાયદેસર પ્રવૃત્તિ અને વિસ્ફોટક પદાર્થોના ઉપયોગ મામલે પોલીસે બે શખ્સો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધી

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ચિત્રાલા અને થાનના રાવરાણી વિસ્તારમાં ગેરકાયદેસર કોલસા ચોરી સામે વહીવટી તંત્ર દ્વારા એક મોટું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. લીંબડી ડીવાયએસપી (DySP) ની આગેવાની હેઠળ પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત દરોડા પાડીને કોલસાના ૩૦ ગેરકાયદે કૂવાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન તંત્રએ સ્થળ પરથી ૩૦ ચરખીઓ, વિસ્ફોટક સામગ્રી (એક્સપ્લોઝિવ) અને ૧૬ ટ્રેક્ટરો સહિત કુલ ₹૬૦ લાખથી વધુનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને વિસ્ફોટક પદાર્થોના ઉપયોગ મામલે પોલીસે બે શખ્સો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
