<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 60.56 ટાકા જેટલું મતદાન થયું

માળિયા હાટીનામાં 66.80% સાથે સૌથી વધુ મતદાન:જૂનાગઢ તાલુકામાં સૌથી ઓછું 57.27 ટકા મતદાન:વિસાવદર અને ભેસાણ પંથકમાં મતદાનની ટકાવારી 60 ટકાની નીચે રહી

જૂનાગઢ જિલ્લામાં આજે યોજાયેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. કાળઝાળ ગરમી અને રવિવારની રજા હોવા છતાં મતદારોમાં મધ્યમથી સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર જિલ્લામાં સરેરાશ 60.56 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મતદાનના આંકડા પર નજર કરીએ તો માળિયા હાટીના તાલુકામાં મતદારોએ સૌથી વધુ ઉત્સાહ બતાવ્યો છે, જ્યાં સૌથી વધુ 66.80 ટકા મતદાન થયું છે. બીજી તરફ, જૂનાગઢ તાલુકામાં સૌથી ઓછું 57.27 ટકા મતદાન નોંધાયું છે. વિસાવદર અને ભેસાણ પંથકમાં પણ મતદાનની ટકાવારી 60 ટકાની નીચે રહી હતી.

તાલુકા વાઈઝ મતદાન

  • માળિયા હાટીના: 66.80% (સૌથી વધુ)
  • માણાવદર: 61.46%
  • વંથલી: 61.17%
  • મેંદરડા: 60.21%
  • કેશોદ: 60.01%
  • માંગરોળ: 59.73%
  • ભેસાણ: 58.07%
  • વિસાવદર: 58.04%
  • જૂનાગઢ: 57.27% (સૌથી ઓછું)
  • કુલ સરેરાશ મતદાન: 60.56%

 

સાંજે 6 વાગ્યાના ટકોરે મતદાન પૂર્ણ થયા બાદ તમામ મથકો પર EVM મશીનો સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ મશીનોને સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે. હવે ઉમેદવારોના ભાવિનો ફેંસલો આગામી 28 એપ્રિલ, મંગળવાર ના રોજ મતગણતરી બાદ થશે.

(9:37 PM IST)