તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 13th May 2026
કાળઝાળ ગરમીથી બચવા પુરંતુ પાણી પીવું છાસ લસ્સી લીંબુ પાણીનો ઉપયોગ કરવો
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લૂ લાગવાથી બચવા તકેદારી માટે પગલા ભરવા માર્ગદશિકા જાહેર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૧૩ મહાનગરપાલિકા દ્વારા લૂ લાગવાથી બચવા અને તકેદારીના પગલાં ભરવા સૂચનો કરાયા છે. હિટ વેવની સ્થિતિને જોતાં હિટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે વખતો વખત માર્ગદર્શિકા આપવામાં આવે છે.
હિટ વેવથી માનસિક તાણ થાય છે અને મળત્યુની સંભાવના પણ રહે છે, તેની અસરને ઓછી કરવા માટે તકેદારીની પગલા અનુસરી શકીએ. જેમાં રેડિયો સાંભળો, ટી.વી. જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો, તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા ઘરે બનાવેલા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો. સૂર્યના સીધા પ્રકાશમાં કામ કરવાનું થાય ત્યારે છત્રી ટોપી, બુટ-ચપ્પલ, ચશ્માનો ઉપયોગ કરવો. માથા, ગળા અને ચેહરા પર ભીનું કપડું રાખવું.
હિટ વેવની અસર દરમિયાન સ્નાયુ ખેંચાવા, શરીર પર ફોલ્લી થવી, કમજોરી આવવી, ચક્કર આવવા, માથું દુખવું, ઉબકા આવવા, વધારે પરસેવો થવો, શરીર જકડન વગેરે જેવા રોગના લક્ષણો જોવા મળે છે. જો નબળાઈ અથવા બિમારી જેવું લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
પશુ-પંખીઓને શેડની નીચે છાયડામાં રાખવા અને પીવા માટે પૂરતા પ્રમાણમાં પાણી આપતા રહેવું. ઘરને ઠંડુ રાખવા માટે પડદા અને શટરનો ઉપયોગ કરવો, રાત્રે બારીઓ ખોલી નાખવી, ઘરમાં પંખા તથા ભીના કપડાનો ઉપયોગ કરવો અને વારંવાર ઠંડા પાણીથી નાહવું.
કામના સ્થળ પાસે ઠંડા પાણીની વ્યવસ્થા રાખવી. કામદારો સૂર્યના સીધા તાપમાં કામ ન કરે તેની સાવધાની રાખવી. વધારે શ્રમવાળુ કામ કરનારે ઠંડા પહોરમાં કામ કરવાનું ટાઇમ ટેબલ બનાવવું. બહાર કામ કરવાવાળાએ વારેવારે લાંબો આરામ લેવો. સગર્ભા કામદારો પર વધારે ધ્યાન આપવું.
બાળકો અને પાળેલા પ્રાણીઓને ઉભા રાખેલા વાહનોમાં એકલા છોડવા નહિ. સૂર્યના તાપમાં જવાનું ટાળો ખાસ કરીને બપોરે ૧૨.૦૦થી સાંજે ૦૫.૦૦ કલાક દરમિયાન તડકામાં કામ કરવાનું ટાળો. ભડકાઉ કલરના ટાઇ, રેશમી તથા ભારે કપડા પહેરવાનું ટાળો.
તાપમાન વધારે હોય ત્યારે રસોઈ ઘરમાં ઓછા સમય રહો. ચા-કોફી, આલ્કોહોલ અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક લેવાનું ટાળો, વધારે પ્રોટીનયુક્ત ખોરાક તથા ઉતરી ગયેલા ખાઘ પદાર્થ લેવાનું ટાળો.
સખત પરિશ્રમવાનું કામ કરવાનું ટાળો અથવા બંધ રાખો અને ઠંડા પહોરમાં કામ કરવાનું આયોજન બનાવો. ઘરમાં જે શકય ન હોય એવું કામ ઠંડા સ્થળે અથવા છાંયડામાં રહીને કરી શકાય. વજનમાં હલકા અને હળવા કલરના કપડાં ગરમી અને સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે જેથી શરીર સામાન્ય તાપમાન જાળવી શકે આ પ્રકારના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો, તેમ મહાનગરપાલિકા દ્વારા ગરમીથી બચવા જાહેર કરેલ માર્ગદર્શિકામાં જણાવ્યું છે
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
