હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટીબીગ્રસ્ત પત્નિના માથાના વાળ કાપી નાંખનારા બળદેવભાઇના ગુપ્તાંગ પર બે સાળાના છરીના ઘા
મોરબીના જાંબુડીયાનો બનાવઃ ત્રીજી તારીખે સાંજે સુતા હતાં ત્યારે બે સાળા બાલા અને રતનએ આવી ઓચીંતો હુમલો કર્યોઃ મોરબી સારવાર લઇ રાજકોટ દાખલ થયા

રાજકોટ તા. ૧૦: મોરબીના જાંબુડીયા ગામે રહેતાં એક પ્રોૈઢે પોતાના ટીબીગ્રસ્ત પત્નિના માથાના વાળ કાંપીને સાવ ટુંકા કરી નાંખ્યા હોઇ તેની જાણ તેના બે સાળાને થતાં ખાર રાખી આ પ્રોૈઢ સુતા હતાં ત્યારે તેના ગુપ્તાંગ પર છરીના ઘા મારી દેતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર માટે દાખલ કરાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ જાંબુડીયા ગામે રહેતાં અને ગાડીમાંથી માલસામાન ચડાવવા, ઉતારવાની મજૂરી કરતાં બળદેવભાઇ જેન્તીભાઇ ઉધરેજા (ઉ.વ.૫૦) તા. ૩/૯ના સાંજે ઘરે સુતા હતાં ત્યારે અચાનક તેના બે સાળા બાલો અને રતન આવ્યા હતાં અને ગુપ્તાંગ પર છરીના ઘા મારી દીધા હતાં. ઓચીંતો હુમલો થતાં બળદેવભાઇએ દેકારો મચાવતાં હુમલો કરી બંને સાળા ભાગી ગયા હતાં.
બળદેવભાઇને મોરબી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. વધુ સારવારની જરૂર હોઇ તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલકુા પોલીસને જાણ કરી હતી. બળદેવભાઇ પાંચ ભાઇ અને એક બહેનમાં વચેટ છે.
બળદેવભાઇએ જણાવ્યું હતું કે મારા પત્નિ મંજુબેનને ટીબી થઇ ગયું હોઇ તે પોતાની જાતે ન્હાઇ પણ શકતાં નથી. આથી તેણીએ પોતાના વાળ ટુંકા કરી નાંખવાનું કહેતાં મેં તેના વાળ કાપી નાંખ્યા હતાં. આ બાબતની જાણ મારા બે સાળાઓને થતાં મેં બળજબરીથી વાળ કાપ્યા છે એવુ સમજી ઓચીંતો મારા પર ઉંઘમાં હતો ત્યારે હુમલો કરી મારા ગુપ્તાંગ પર છરી કે બીજા કોઇ હથીયારના ઘા ઝીંકી દીધા હતાં. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
