તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ BAMS વર્ષ-3ની ‘શલ્યતંત્ર-1’ વિષયની પરીક્ષાનું પેપર લીક થયાની આશંકા :તપાસ કમિટીની રચના કરાઈ
પરીક્ષા નિયામકના જણાવ્યા મુજબ, વાયરલ થયેલા પ્રશ્નો ક્યારે અને ક્યાંથી સોશિયલ મીડિયામાં પ્રસારિત થયા તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી BAMS વર્ષ-3ની ‘શલ્યતંત્ર-1’ વિષયની પરીક્ષાનું પેપર લીક થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. છ દિવસ અગાઉ લેવાયેલી આ પરીક્ષા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી 12 પ્રશ્નોની યાદીમાંથી 11 પ્રશ્નો પ્રશ્નપત્રમાં પૂછાયા હોવાનું સામે આવતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. પેપર લીકની ફરિયાદ મળતા યુનિવર્સિટીએ તાત્કાલિક તપાસ કમિટીની રચના કરી છે. પરીક્ષા નિયામકના જણાવ્યા મુજબ, વાયરલ થયેલા પ્રશ્નો ક્યારે અને ક્યાંથી સોશિયલ મીડિયામાં પ્રસારિત થયા તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ તપાસમાં જે કોઈ કસૂરવાર ઠરશે તેની સામે યુનિવર્સિટીની ગાઇડલાઇન મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. .
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
