<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

બાંટવા પાલિકાના પ્રમુખ સુનીલ જેઠવાણી પર હુમલો, ૧૨ હજારની લૂંટ

મોડી રાત્રે પોલીસે ફરિયાદ લઈ ૩ શખ્‍સો સામે કાર્યવાહી કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૭:  બાંટવા પાલિકાના પ્રમુખ સુનીલ જેઠવાણી પર ૩ શખ્‍સે હુમલો કરી ૧૨ હજારની લૂંટની ચલાવી હોવાની ફરિયાદ મોડી રાત્રે પોલીસે નોંધી ૩ શખ્‍સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બાંટવા નગરપાલિકાના પ્રમુખ સુનીલભાઇ પીતાંબરભાઇ જેઠવાણી ઉ.વ. ૪૭એ ગઈકાલે મોડી રાત્રે જુનાગઢ સિવિલ હોસ્‍પિટલના બિછાનેથી નોંધાવેલી ફરિયાદ ની વિગતો એવી છે કે, બાંટવાના રામાભાઇ રાજાભાઇ ગળચરના દીકરાને બાટવામાર ભીમનાથ રોડ ઉપર રીક્ષા પલ્‍ટી મારી જતા ઇજા થઈ હતી. જે બાબતનું  મનદુઃખ રાખી શખ્‍સે અગાઉ ફોનમા ભુંડી ગાળો કાઢી હતી.

શખ્‍સનો પુત્ર અભિષેક રામાભાઇ ગળચર પાઇપ લઇ સુનિલભાઈની ઓફિસે ગયો હતો. ગઈકાલે સુનિલભાઈ બાટવામાં શાકમાર્કેટ પાસે પોતાની મોટરસાયકલ સાઇડમા રાખી ફોન ઉપર વાત કરતા હતા આ દરમ્‍યાન રામાભાઇ અને તેનો ભાઈ લખમણ ઉર્ફે ગોગોએ લોખંડના પાઇપ સાથે આવી રામાભાઇએ  છરી વતી ડાબા હાથની કોણીના ભાગે તથા ડાબા પગની ધુટણ નીચેના ભાગે મારી ઇજા કરી હતી.

આરોપી રામાએ પોતાના દિકરાનુ ભીમનાથ રોડ ઉપર થયેલ અકસ્‍માતમાં પગમા ફેકચર થતા રૂપિયા ૬૦૦૦૦નો ખર્ચ થયેલ તે પૈસાની ઉધરાણી કરી સુનિલભાઈનું ખિસ્‍સું  ફાડી નાખી રૂપિયા ૧૨૦૦૦ની લુંટ કરી ત્રણેય શખ્‍સે  મોટરસાયકલ પરથી પછાડી દઈ રામાએ તેના ભાઈ પાસેથી લોખંડનો પાઇપ લઇ લોખંડના પાઇપ આડેધડ માર મારી  બન્ને પગના ઘુટણના ભાગે તથા બન્ને હાથમા તથા શરીરે ફેકચર જેવી ગંભીર ઙ્કકારની ઇજાઓ કરી બાકીના પૈસાની પઠાણી ઉધરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયેલા સુનિલભાઈ જેઠવાણીને તાત્‍કાલિક જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. બનાવ અંગે મોડી રાત્રે બાંટવાના પીએસઆઇ એચ. વી. ચુડાસમાએ જાતે સુનિલભાઈની ફરિયાદ લઈ ત્રણેય શખ્‍સ સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

(10:50 AM IST)