તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Thursday, 5th November 2026
માંગરોળમાં એડીશ્નલ સિનિયર સિવીલ કોર્ટ બંધ કરવાના નિર્ણય સામે વકિલ મંડળની નારાજગી

(નરેશ ગોસ્વામી દ્વારા) માંગરોળ તા. પઃ માંગરોળ ખાતે સાત મહિના પહેલા શરૂ કરાયેલી એડીશ્નલ સિનીયર સિવિલ કોર્ટ તારીખ ૫/૧૧/૨૦૨૬ થી વર્કલોડ ના અભાવે અચાનક બંધ કરવા નિર્ણય થયાની જાણ થતાં જ માંગરોળ વકિલ મંડળે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. બે કલાકની ટુંકી નોટિસમા જ મળેલી વકિલ મંડળ ની અરજન્ટ બેઠકમાં કોર્ટ બંધ કરવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ દર્શાવી આ નિર્ણયનો વિરોધ કરતો ઠરાવ પસાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
લાંબા સમયની રજુઆતો બાદ માંગરોળ ને મળેલી સિનીયર સીવીલ કોર્ટ સાત મહિનાના ટુકા સમયમાં જ અચાનક બંધ કરી દેવાતા વકિલ મંડળ તથા અરજદાર પક્ષકારોમા ભારે નારાજગી જોવા મળી રહી છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
