<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતઃ ઇન્‍ટરિમ એનરોલમેન્‍ટ કમિટીની રચનાઃ જામનગરના મનોજભાઈ અનડકટ ચેરમેન

BCIના આદેશના પાલનમાં પેન્‍ડિંગ એનરોલમેન્‍ટ કામગીરી માટે ૩ સભ્‍યોની કમિટીઃ ૩૦ મેની બેઠકમાં નિર્ણય

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા પેન્‍ડિંગ અને તાત્‍કાલિક એનરોલમેન્‍ટ સંબંધિત કામગીરી માટે ‘ઇન્‍ટરિમ એનરોલમેન્‍ટ કમિટી'ની રચના કરવામાં આવી છે. કાઉન્‍સિલના સચિવ સિદ્ધિ ડી. ભાવસાર દ્વારા તા. ૦૧/૦૬/૨૦૨૬ના રોજ આ અંગેનો પત્ર જારી કરાયો છે.

બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાના તા. ૧૩/૦૫/૨૦૨૬ અને ૧૪/૦૫/૨૦૨૬ના પત્રોના અનુપાલનમાં તેમજ તા. ૩૦/૦૫/૨૦૨૬ના રોજ ટેલિફોનિક/વોટ્‍સએપ મીટિંગમાં ઇન્‍ટરિમ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર આ કમિટીની રચના કરાઈ છે.

નવી કમિટીની રચનામા શ્રી મનોજ એમ. અનડકટ-ચેરમેન, જામનગરના નવનિર્વાચિત સભ્‍ય,શ્રી કિશોરકુમાર આર. ત્રિવેદી  સભ્‍ય, મહેસાણાના નવનિર્વાચિત સભ્‍ય, ભરત વી. ભગત-સભ્‍ય, અમદાવાદના નવનિર્વાચિત સભ્‍યનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

કાઉન્‍સિલ દ્વારા આ કમિટીને મર્યાદિત હેતુસર એટલે કે પેન્‍ડિંગ અને તાત્‍કાલિક એનરોલમેન્‍ટ સંબંધિત કામગીરી શરૂ કરવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ ઇન્‍ટરિમ એનરોલમેન્‍ટ કમિટીની બેઠક બોલાવવા માટે જરૂરી નિર્દેશો જારી કરવા પણ જણાવાયું છે. મનોજભાઇ અનડકટ (મો. ૯૬૩૮૫ ૧૫૧૪૭)

બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના ૧૨/૧૩/૧૪ ના પત્રોના સંદર્ભે એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી તથા બી.સી.આઈના મેમ્‍બર દિલીપ પટેલ દ્વારા કોપ મેમ્‍બર તરીકે જે.જે. પટેલની નિમણૂક કરવામાં હાઈ પાવર કમિટીના આદેશ બાદ કરવામાં આવેલ હતી.

આ કમિટી બાદ એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી તથા બીસીઆઇના મેમ્‍બર દિલીપ પટેલને ટેલીફોનિક વાત થયેલ અને એનરોલમેન્‍ટ કમિટીની જરૂરિયાત હોય ઘણા એનરોલમેન્‍ટના ફોર્મ પેન્‍ડિંગ હોય તેના માટે નિમણૂક કરવા ચર્ચા થયેલ હતી.

આ ચર્ચા બાદ બીસીઆઇના મેમ્‍બર દિલીપ પટેલે બે સભ્‍યની એનરોલમેન્‍ટ કમિટી માટે કિશોરભાઈ ત્રિવેદી તથા ભરત ભગત બંને બાર કાઉન્‍સિલના સભ્‍યોની અને અન્‍ય એક ચૂંટાયેલ સભ્‍યોને નિમણૂક કરવાની ભલામણ એડવોકેટ જનરલશ્રીને કરતા અન્‍ય સભ્‍ય સાથે ચર્ચા કરતા બંને સભ્‍યો સાથે મનોજ અનડકટની નિમણૂક કરતો પત્ર બાર કાઉન્‍સિલને મોકલેલ હતો.

બાર કાઉન્‍સિલ ગુજરાતમાં નવા વકીલ બનનાર અસંખ્‍ય સભ્‍યો એ એનરોલમેન્‍ટ ફોર્મ ભરેલ છે અને આ બાબતની હવે ઝડપથી કાર્યવાહી થશે. બીસીઆઈના મેમ્‍બર દિલીપ પટેલ ની સતત જાગળતતાથી બાર કાઉન્‍સિલના પેન્‍ડિંગ કાર્યો પૂર્ણ થશે તેમ દિલીપ પટેલે જણાવેલ હતું.

આ એનરોલમેન્‍ટ કમિટી ની રચના બાર કાઉન્‍સિલ ઇન્‍ડિયા દ્વારા જારીકરણ નિર્દેશનું પાલન કરવા માટેના વચગાળાની એનરોલમેન્‍ટ કમિટીની રચના કરવામાં આવેલ હતી. તેમ એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.

(11:45 AM IST)