તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
દ્વારકામાં ગોમતી નદીમાં સંગમ નારાયણ ઘાટથી રામજી મંદીર સુધી નાહવા પર પ્રતિબંધ
યાત્રિકો ના જઇ શકે તે માટે પાલીકા રેલીંગ બનાવશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૩ : દેવભુમી દ્વારકા જિલ્લા અધિક કલેકટર શ્રી મેહુલ દેસાઇ દ્વારા જાહેરનામુ બહાર પાડીને જિલ્લાના તમામ જળાશયો નદી, તળાવ, નહેરો, દરીયામાં નાહવા પર પ્રતિબંધ મુકયો હતો જે પછી દ્વારકા નગરપાલીકા ચીફ ઓફીસર અશ્વીન ગઢવી દ્વારા દરખાસ્ત કરતા ગોમતી નદી સમગ્ર પ્રતિબંધીત કરાઇ હતી. તેના બદલે હવે સંગમ નારાયણ ઘાટથી રામજી મંદીર સુધીના ગોમતી કાંઠાના ઘાટો પર નાહવા પર પ્રતિબંધ મુકીને યાત્રાળુઓ નદીમાં ના જઇ શકે, ઘાટના પગથીયા ઉતરીને ના જાય તે માટે પાલીકાને રેલીંગ મુકવા પણ આદેશ મેહુલ દેસાઇ દ્વારા કરવામાં આવ્યો છે.
અધિક જિલ્લા કલેકટરશ્રી મેહુલ દેસાઇ દ્વારા દ્વારકા જિલ્લાના તમામ ડેમ, જળાશયો, નદી કાંઠા, તળાવ, નદી, નહેર, ચેક ડેમ કે જયાં પાણી સંગ્રહ થતુ હોય તેવા તમામ જાહેર સ્થળો પર નાહવા કે પ્રવેશવા પ્રતિબંધ તા. ર૩-૭-ર૬ સુધી ફરમાવ્યો છે. તથા જો કોઇ આ જાહેરનામાનો ભંગ કરે તો પોલીસ ફરીયાદ કરવા તથા પ્રતિબંધોની સુચના સ્થાનીક જગ્યાએ ચોંટાડવા પણ જણાવ્યું છે. ચોમાસામાં અવાર નવાર ડુબી જવાના બનાવો બનતા હોય ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ર૦ર૩ના કાયદા મુજબ આ જાહેરનામુ પ્રસિધ્ધ કરી અમલવારી કરવા તંત્રને સુચના અપાઇ છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
