<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

બ્યુટી પાર્લરમાં ગ્રાહક બની તિજોરી સાફ કરી: ભુજમાં રોકડ દાગીના ચોરનાર મહિલા ત્રિપુટી ઝડપાઈ

સુરનદનગરના સોની પાસે દાગીના પીગળાવી લગડી બનાવી, ત્રણેય મહિલા આરોપીઓ સામે હનીટ્રેપ સહિતના ગુનાઓ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : સીસી ટીવીએ ત્રીજી આંખ બની ભુજના નિવૃત્ત શિક્ષકના ઘેર થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં ચાવી રૂપ ભૂમિકા ભજવી હતી. શહેરના ઉમેદનગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત શિક્ષક સબ્જાઅલી હબીબ ખોજાના પત્ની ઘર પાસે બ્યુટી પાર્લર ચલાવે છે. તેમને ત્યાં ગ્રાહક તરીકે આવતી મહિલા ત્રિપુટી જાનકી પ્રદીપ ચાવડા, કુસુમ નારાણ વરસાણી અને મુમતાઝ ઉર્ફે રઝિયા લિયાકત ઉન્નડને પોલીસે ૮.૭૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ચોરીની ફરિયાદ બાદ પોલીસે સીસી ટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે બે મહિલાઓ ફરિયાદીના ઘરમાં જતી દેખાઈ હતી. તેમની ઓળખ અને ગુનાહિત ઈતિહાસને પગલે પોલીસે તેમની પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી. આરોપીઓએ દાગીના સુરેન્દ્રનગરના સોની પાસે પિગળાવી તેની લગડી બનાવી હતી. પોલીસે ત્રણેયની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:44 AM IST)