<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

કોઈના સુખના નિમિત બનજો, દુઃખમાં ભાગીદાર બનજોઃ પૂ. રાધારમણદાસજી સ્‍વામી

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિશ્વર પ.પૂ. સનાતન ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીએ દર્શન-આશીર્વચન પાઠવ્‍યા : રાજકોટ જીલ્લાના રીબ ગામમાં હિતેનભાઇ કિશોરભાઇ પીપળીયા પરિવારના યજમાન પદે આયોજીત શ્રીમત સત્‍સંગીજીવન કથામાં ઉમટતા સંતો અને હરિભકતો

રાજકોટ તા.૧૭: રાજકોટ જિલ્લાના રીબડા ગામ પાસેના રીબ ગામમાં  હિતેનભાઈ કિશોરભાઈ પીપળીયા પરિવારના યજમાન પદે ચાલી રહેલી શ્રીમત સત્‍સંગીજીવન કથાના વક્‍તા શ્રી સ્‍વામિના શયણ મુખ્‍ય મંદિર, ભૂપેના રોડ - રાજકોટ (બોરડી વાળા મંદિર)ના મહંત અને શ્રી રાધારમણદેવ ટેમ્‍પલ બોર્ડ - જુનાગઢના ટ્રસ્‍ટી સભ્‍યશ્રી શાષાીશ્રી રાધારમણદાસજી સ્‍વામી એ કથાના માધ્‍યમે જણાવ્‍યું હતું કે કોઈના સુખમાં નિમિત્ત બનજો પણ ભાગીદાર નહિ બનતા અને ભાગીદાર બનવું હોયતો કોઈના દુઃખમાં ભાગીદાર બનજો પરંતુ કોઈના દુઃખના નિમિત્ત નહિ બનજો, કોઈનું ભલું કરશો તો તમારું સારૂજ થશે ભલા શબ્‍દને ઉલટાવો એટલે લાભ થાય છે, ભગવાને કળપા કરીને માણસનો જન્‍મ આપ્‍યો છે, તો સેવા અને સ્‍મરણ કરી લેજો.

શાષાીશ્રી રાધારમણદાસજી સ્‍વામી એ  જણાવ્‍યુ હતું કે, જગત ઉધ્‍ધારક મહાન સમર્થ સંત જલારામ બાપાની ૨૨૭મી જન્‍મ જયંતિના પાવન અવસરે પૂ. સ્‍વામીએ કથાના માધ્‍યમે લોકોને સારૂ જીવન જીવવા અપીલ કરી હતી. દારૂ અને નિકોટીન થી દૂર રહેવા ભલામણ કરી હતી,સ્ત્રી ભ્રૂણ હત્‍યા બંધ થવી જોઇએ પ્રત્‍યેક જીવ ઈશ્વરનો અંશ છે.

શ્રી સ્‍વામિનારાયણ ભગવાનના પ્રાગટયની પૂર્વ ભૂમિકામાં ભક્‍તિ માતાના જન્‍મની સાથે દીકરીની મહત્તા બતાવી હતી. દીકરી એ પારકી થાપણ નહીં પણ બાપનું ડહાપણ છે, અને એટલેજતો વિદાય સમયે બાપની ભીંજાય છે પાપણ.

સ્‍વામિનારાયણ ભગવાને ક્રાંતિ કારિ કાર્ય કરતા - દીકરીને દૂધ પીતી અટકાવવા અને સતિ પ્રથાને દૂર કરવા સાથે તળાવ કુવા ગળાવી ને જળ સંચય તેમજ અન્નક્ષેત્રો દ્વારા લોકોના ઉધ્‍યાન અને ઉદ્ધારનું અનુકારણીય કાર્ય કર્યું છે. તેમ શાષાીશ્રી રાધારમણદાસજી સ્‍વામીએ જણાવ્‍યુ હતું.

શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનો જન્‍મોત્‍સવ (પ્રાગટયોત્‍સવ) ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિશ્વર પરમ પૂજ્‍ય સનાતન ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ શ્રી પધારી દર્શન આશીર્વચન પાઠવ્‍યા હતા.

કથાના અધ્‍યક્ષ પદે કોઠારી દેવપ્રસાદદાસજીસ્‍વામી - વંથલી થી પધારી દર્શન નો લાભ આપ્‍યો હતો.

પૂ. શાષાી શ્રી બાલકળષ્‍ણદાસજી સ્‍વામી - ફરેણી, પૂ. વ્રજજીવન સ્‍વામી, પૂ. નીલકંઠસ્‍વામી, પૂ.નિર્ગુણ સ્‍વામી પીપલાણા, પૂ. મોહનપ્રસાદસ્‍વામી માણાવદર, પૂ.આનંદસ્‍વરૂપ સ્‍વામી વિસાવદર, પૂ. જગતપ્રકાશ સ્‍વામી જામજોધપુર, પૂ. ધર્મવત્‍સલ સ્‍વામી રીબડા, પૂ. વ્રજવલ્લભ સ્‍વામી તથા માધવસ્‍વરૂપ સ્‍વામી ઉદયનગર, પૂ. વિવેકસાગર સ્‍વામી રાજકોટ સહિત અનેક સંતો મહંતો પધારે દર્શન આશિર્વચન પાઠવ્‍યા હતા, તા ૧૫/૧૧ થી ૨૧/૧૧ સુધી ચાલનાર આ કથામાં પધારવા પીપળીયા પરિવારનું આમંત્રણ છે. કથાના શ્રવણ નો સમય સાંજે - ૩:૦૦ થી ૬:૩૦ નો રહેશે. કથા વિરામ બાદ ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા કરેલ છે. રિબ આવવા માટે રાજકોટ થી ગોંડલ જતા રીબડા ગામ થી સાત કિલોમીટરના અંતરે રીબ ગામ આવેલ છે.

(3:38 PM IST)