News of Tuesday, 26th May 2026
ફરી ‘બેબેસિયા' રોગચાળો પ્રસર્યોઃ ૩ સિંહ બાળ સહિત ૫ સિંહના મોતથી હાહાકાર
વનવિભાગની ટીમો દ્વારા સર્વેઃ ૨૦૧૮માં આ રોગે માઝા મુકી'તીઃ વન્યજીવોમાં રોગચાળો વકરતા ચિંતા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૬: અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભેદી સંજોગોમાં ૩ સિંહ બાળ સહિત કુલ ૫ એશિયાટિક સિંહોના મોત થતાં સમગ્ર વનવિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તા.૨૬-૦૫-૨૦૨૬ના રોજ આ ઘટના પ્રકાશમાં આવતા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ભયાનક મોત પાછળ ‘બેબેસિયા' નામનો રોગચાળો જવાબદાર હોવાનું ખૂલ્યું છે. બેબેસિયા એ ટિક-બોર્ન રોગ છે જે સામાન્ય રીતે ઢોરમાં જોવા મળે છે, પરંતુ સિંહોમાં તેનું સંક્રમણ ચિંતાજનક બાબત છે. ૨૦૧૮માં પણ ગીરના જંગલમાં આવા જ રોગચાળાને કારણે અનેક સિંહોના મોત થયા હતા. એકસાથે ૫ સિંહોના અકાળે મોતથી વન્યજીવ પ્રેમીઓ અને પર્યાવરણવિદોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને વનવિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. આસપાસના વિસ્તારના અન્ય સિંહોના આરોગ્યની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ટ્રેકિંગ વધારી દેવામાં આવ્યું છે. રોગચાળાને ફેલાતો અટકાવવા માટે પશુ ચિકિત્સકોની વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી છે. મળતદેહોના નમૂના વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોના સંરક્ષણ સામે આ ઘટનાએ ફરી એકવાર મોટો પડકાર ઉભો કર્યો છે.
ગીર પヘમિના ડીસીએફ પ્રશાંત તોમરે જણાવ્યું કે, હાલ પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વનવિભાગ દ્વારા વાઈલ્ડ લાઈક હેલ્થ મોનીટરીંગ પ્રક્રિયા ચાલી રહ છે. જેમાં ફિલ્ડમાં અસ્વસ્થ જણાતા સિંહોનું હેલ્થ ચેકઅપ કરવું તે રૂટીન પ્રક્રિયા છે, અને હાલ જેટરનરી સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અમુક સિંહ ગ્રુપમાં હોય તો અખા ગ્રુપને ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે છે.
૨૦૧૮ માં જયારે ગીરના દલખાણીયા તાબાના સરસિયા રેન્જમાં વસવાટ કરતા તમામ સિંહો પર જીવનું જોખમ આવ્યું હતું, તેને લઈને વનવિભાગે લંડન ઝૂ અને રોયલ વેટરનરી કોલેજના નિષ્ણાતોનો સંપર્ક કરીને માર્ગદર્શન માગ્યું હતું. બેબીસીયા વાયરસનું પ્રમાણ રોકવા માટે અમેરિકાથી ખાસ વેક્સિન મંગાવવામાં આવી હતી, અને સિંહોને સારવાર આપવામાં આવી હતી. તે સમયે મળત્યુ પામેલ ૨૩ સિંહો પૈકી ૧૦ કેસમાં બેબીસીયા નામક પ્રોટો અને ૪ સિંહોમાં વાયરસની ઉપસ્થિત જોવા મળી હોવાનું વનવિભાગે જાહેર કર્યું હતું.
બેબેસિયાએ એક ગંભીર અને જીવલેણ રોગ છે, જે બેબેસિયા નામના પરોપજીવી (પ્રોટોઝોઆ) દ્વારા થાય છે. આ રોગ મનુષ્યોની સાથે પશુઓ અને વન્યજીવોમાં જોવા મળે છે.
મેલેરિયા રોગની જેમ જ, આ પરોપજીવીઓ શરીરમાં દાખલ થઈને લોહીના લાલ રક્તકણો પરસીધો હુમલો કરે છે અને તેનો નાશ કરે છે. લાલ રક્તકણો તૂટવાને કારણે શરીરમાં ગંભીર લોહીની ઉણપ (એનિમિયા) સર્જાય છે.
આ રોગ મુખ્યત્વે ચેપી બન્નાઈ (Tick/ ઈતરડી) ના કરડવાથી ફેલાય છે. જ્યારે ચેપી/ગાઈ કોઈ સ્વસ્થ પ્રાણી કે મનુષ્યને કરડે છે, ત્યારે તેના લાળ વાટે આ પરોપજીવી સીધા લોહીના પ્રવાહમાં ભળી જાય છે અને ઝડપથી વળદ્ધિ પામે છે. વન્યજીવો, ખાસ કરીને સિંહો અને દીપડાઓ માટે આ રોગ અત્યંત ઘાતક સાબિત થાય છે. જંગલમાં વન્યજીવો ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં રહેતા હોવાથી તેમના શરીર પર બગાઈ સરળતાથી ચોટી જાય છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
