<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

જૂનાગઢમાં મકાનમાંથી બિયર, દારૂનો જથ્‍થો કબજે

બુટલેગર ભાગી ગયો, પોલીસ તપાસ

 

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૦૫: જૂનાગઢમાં પોલીસે એક રહેણાંક મકાનમાંથી બિયર, વિદેશી દારૂનો જથ્‍થો કબજે કર્યો હતો પરંતુ બુટલેગર ભાગી જતા તપાસ હાથ ધરી હતી.

જુનાગઢના ગાંધીગ્રામમાં રહેતો જેસા લાખાભાઇ શામળા નામના શખ્‍સે પોતાના રહેણાંક મકાનમાં બિયર, વિદેશી દારૂનો જથ્‍થો છુપાવ્‍યો હોવાની બાતમી મળતા સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ પી. પી. ઝાના સ્‍ટાફે દરોડો પાડ્‍યો હતો.

આ કાર્યવાહી દરમિયાન જેસા લાખાભાઇના રહેણાંક મકાનમાંથી બિયરના ૧૨ ટીન અને વિદેશી દારૂના ૪૮ ચપટા મળી આવતા કુલ રૂપિયા ૪૪,૩૬૦નો મુદામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન જેસા લાખાભાઇ હાજર નહીં મળી આવતા તેની સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

(10:56 AM IST)