તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
મોરબી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી પહેલા 315 ગ્રામ પંચાયતોનો ચૂંટણી જંગ જામશે.
ડિસેમ્બર સુધીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની શક્યતા : જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની શાખા દ્વારા વહીવટી પ્રક્રિયાનો ધમધમાટ શરૂ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જિલ્લામાં આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓને એક મહત્વપૂર્ણ લિટમસ ટેસ્ટ સમાન માનવામાં આવી રહી છે. જિલ્લાની કુલ 349 ગ્રામ પંચાયતોમાંથી 315 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ડિસેમ્બર સુધીમાં મહિનાની શરૂઆતમાં આ ચૂંટણીઓ યોજાય તેવી પ્રબળ શક્યતાઓને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ચૂંટણીની કામગીરીને લઈને ડેટા અને વિગતો એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આગામી માર્ચ મહિના સુધીમાં જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ રહી છે તેવી 289 જેટલી સામાન્ય ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ટંકારમાં સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અસ્તિત્વમાં આવેલી નવી 1 ગ્રામ પંચાયતમાં પણ ચૂંટણી યોજવામાં આવનાર છે. દિવાળીનો તહેવાર પૂર્ણ થયા બાદ તરત જ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની સત્તાવાર જાહેરાત અંગેની પ્રક્રિયાઓને અંતિમ ઓપ આપવામાં આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ ચૂંટણી પ્રક્રિયામાં સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત પેટા ચૂંટણીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 25 જેટલી ગ્રામ પંચાયતોમાં પ્રસંગોપાત ખાલી પડેલ વોર્ડ અથવા સરપંચની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાનાર છે. આમ, મુદત પૂરી થતી પંચાયતો, નવી બનેલી પંચાયત અને ખાલી પડેલી બેઠકો મળીને જિલ્લામાં મોટા પાયે ચૂંટણીનો માહોલ જોવા મળશે. ગ્રામ્ય સ્તરે અત્યારથી જ સંભવિત ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના સમર્થકોને એકત્ર ક૨વાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે, જે આગામી દિવસોમાં વધુ વેગ પકડશે.
25 ગ્રામ પંચાયતોમાં યોજાશે પેટા ચૂંટણી
જિલ્લામાં 25 ગ્રામ પંચાયત બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીમાં મોરબી તાલુકાની 11, વાંકાનેરની 2, હળવદની 5, ટંકારાની 2 અને માળિયાની 5 ગ્રામ પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે. બીજી તરફ, ટંકારા તાલુકામાં સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી અસ્તિત્વમાં આવેલી 1 ગ્રામ પંચાયતમાં પણ પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે આ નવા વિસ્તારોમાં મતદારો અને સ્થાનિક નેતાઓમાં ભારે ઉત્સાહ અને જિજ્ઞાસા જોવા મળી રહી છે
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
