<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ચોમાસાની વિદાય પહેલાં ગુજરાતમાં તા. ૧૨ થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ફરી વરસાદનો રાઉન્ડ આવશે : ૧ થી ૫ ઈચ સુધી વરસાદ પડશે

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ અને અમુક સ્થળે ભારે વરસાદની ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના હવામાન નિષ્ણાંત રમેશભાઈ બસિયાની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૮ : હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા) અનુસાર, હાલ સૌરાષ્ટ્ર ઉપર એક અપર એર સર્ક્યુલેશન છે, પરંતુ ભેજ ઓછો હોવાથી તે પ્રભાવશાળી નથી. ચોમાસાની ધરી હાલ ઉત્તર તરફ છે, તેથી ૮થી ૧૧ તારીખ સુધી છૂટાછવાયા ઝાપટા પડશે.૧૨ તારીખ આસપાસ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર મજબૂત UAC બનશે અને ચોમાસાની ધરી ગુજરાત આસપાસ નોર્મલથી નીચે આવી જશે. અરબી સમુદ્રમાં પણ UAC બનવાની શક્યતા છે. આ પરિબળોની અસરથી ૧૨ તારીખથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. મધ્યપ્રદેશનું UAC ગુજરાત ઉપરથી પસાર થવાની સંભાવના છે.

 

તારીખ ૧૨થી ૧૫ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો-મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૨૫થી ૧૦૦ મિમી સુધી વરસાદ થઈ શકે છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ૨૫થી ૬૦ મિમી અમુક સ્થળે તેનાથી વધુ વરસાદની સંભાવના છે. ગાજ વીજ જ્યા થશે ત્યા પવનનુ જોર રહશે આમ લાંબા સમયથી ચાતક નજરે રાહ જોઈ રહેલા જગતતાત માટે આકાશી અમિછાંટણા ની આગાહી રાહત આપનાર બનશે

(9:28 AM IST)