તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
જામજોધપુર તાલુકામાં જન ભાગીદારી અભિયાન અન્વયે નાગરિકોને ઘરઆંગણે જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભો એનાયત કરાયા
કેમ્પમાં આંગણવાડીના બહેનો દ્વારા વિવિધ વાનગીઓનું પ્રદર્શન:વિશાળ સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો:ઘર આંગણે જ લોકોને વિવિધ સેવાઓનો લાભ મળતા લોકોએ સંતોષ વ્યક્ત કર્યો

જામનગર:જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન ભાગીદારી અભિયાન-સબસે દુર, સબસે પહેલે અંતર્ગત ICE Campaignનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોચે તે હેતુથી જામજોધપુર તાલુકાના મહિકી ગામે પ્રાથમિક શાળા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાતિ પ્રમાણપત્ર, આવાસ યોજના(PM JANMAN),આધાર કાર્ડ બનાવની કામગીરી, રાશનકાર્ડ બનાવવાની કામગીરી, ડોમીસાઇલ પ્રમાણપત્ર, MGNAREGA અંતર્ગત લાભ આપવાની કામગીરી, પીએમ માતૃ વંદના યોજના, આયુષ્યમાન ભારત, મિશન ઇન્દ્રધનુષ, ટી.બી. મુક્ત ભારત, PM જનધન યોજના અને PMJJBY યોજના, સુકન્યા સમૃધ્ધી યોજના, PM કિશાન, કિશાન ક્રેડિટ કાર્ડ બનાવવાની કામગીરી જેવી સેવાઓના લાભો લોકોને ઘર આંગણે એનાયત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં આંગણવાડીના બહેનો દ્વારા વિવિધ વાનગીઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. વિશાળ સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. ઘર આંગણે જ લોકોને વિવિધ સેવાઓનો લાભ મળતા લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, ટ્રાઇબલ ડેવલોપમેન્ટના આસીસ્ટન્ટ કમિશ્નર અજય આચાર્ય, મામલતદારઓ, અધિકારીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
