હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બરવાળા-લૂંટાવદર વચ્ચે ટ્રક-બોલેરો વચ્ચે અકસ્માતમાં વધુ એક શ્રમિકનું સારવારમાં મોત : કુલ 3ના મોત.
8 જેટલા શ્રમિકોને ઈજા : તમામની હાલ રાજકોટમાં સારવાર ચાલુ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી-નવલખી રોડ પર બિસ્માર રસ્તાઓ અને મસમોટા ખાડાઓના કારણે ગત રાત્રિના સમયે બરવાળા-લૂંટાવદર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ પરથી પસાર થઈ રહેલી મજૂરો ભરેલી બોલેરો અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં પ્રથમ બે શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે અન્ય એક શ્રમિકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આમ કુલ 3 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મંગળવારે મોડી રાત્રે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા બરવાળા અને લૂંટાવદર ગામ વચ્ચે આ અકસ્માતની ગોઝારી ઘટના બની હતી. બોલેરો કારમાં મધ્યપ્રદેશના શ્રમિકો મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાતા મહેન્દ્રભાઈ રૂમાલભાઈ મોવેલ (ઉં.વ. ૪૩), શંક૨ભાઈ પુનઃસંગ અજનાર (ઉં.વ. ૩૬)નામના બે શ્રમિકોના મોત નિપજ્યા હતા. જ્યારે દિનેશભાઈ મોવનિયા (ઉ.વ.ર૭) નામના શ્રમિકનું રાજકોટમાં વધુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અકસ્માતમાં બીજા અનેક શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોમાં અક્ષયભાઈ સાગરભાઈ મોવેલ (ઉં.વ. ૧૧), લાલો વાસ્કેલા (ઉં.વ. ૧૭), અમરભાઈ મોવેલ (ઉં.વ. ૩ર), બાબુભાઈ મોવેલ (ઉં.વ. ૩૫), રાધિકાબેન મોવેલ (ઉં.વ. ૧ર), દરબારસગન વાસુનિયા (ઉં.વ. ૩૫), રાકેશભાઈ રૂમાલભાઈ મોવેલ (ઉં.વ. ૩ર), ભગડીબેન મોહનિયા (ઉં.વ. ૨પ) અને શેખરભાઈ (ઉં.વ. 30) સહિતનાનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને મોરબીની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સઘન સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ મામલે પીએસઆઈ તિવારી આગળની તપાસ ચલાવી રહ્યા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
