<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ભાદરવી પૂનમે અકસ્માતમાં અવસાન પામેલા હોમગાર્ડ જવાન સંદીપભાઈ દવેના પરિવાહજનને પૂ. મોરારિબાપુએ સાંત્વના પાઠવી

શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે દિવંગત જવાનની બંને દીકરીઓને રૂ. ૫૧ હજારની સહાયતા રાશિ અર્પણ કરાઈ : હોમગાર્ડ કમાન્ડર અને પરિવારજનોની ઉપસ્થિતિમાં પૂ. બાપુએ શ્રદ્ધાંજલિ અર્પી

તલગાજરડા: ભાદરવી પૂનમના પવિત્ર દિવસે મહુવાના હોમગાર્ડ જવાન સંદીપભાઈ દવેનું અકસ્માતમાં કરુણ અવસાન થયું હતું. આ દુઃખદ ઘટનાના સમાચાર પ્રાપ્ત થતાં જ પૂ. મોરારિબાપુએ ઊંડા શોકની વિષાદ લાગણી વ્યક્ત કરી હતભાગી જવાનને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ દુઃખદ પ્રસંગે શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે દિવંગત જવાન સંદીપભાઈ દવેની બંને દીકરીઓને રૂ. ૫૧ હજારની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી હતી. પૂ. બાપુએ સ્વ. સંદીપભાઈ દવેના આત્માની શાંતિ અને નિર્વાણ માટે પરમકૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરી હતી અને શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના આપતાં દિલસોજી પાઠવી હતી.

આ સમગ્ર માનવતાવાદી કાર્યમાં અતુલભાઈ ચિતલીયાએ અગ્રણી ભૂમિકા ભજવી સેવા આપી હતી. આ તકે પૂ. મોરારિબાપુ સમક્ષ હોમગાર્ડ કમાન્ડર ખામભલિયા, ઉપ કમાન્ડર તેમજ મરણજનાર જવાનના પરિવારજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ - મુકેશ પંડિત)

(10:03 PM IST)