<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ધારીના શ્રી જીવનમુકતેશ્વર મહાદેવ મંદિરે સામુહિક પ૪ પોથી ભાગવત કથા

વ્‍યાસાસને શાષાી ડો. કૃષ્‍ણકુમાર મહેતાઃ વિવિધ પ્રસંગો ઉજવાશે

રાજકોટ તા. ર૦ :.. સૌરાષ્‍ટ્રમાં અમરેલી જીલ્લાના ધારીમાં શેત્રુંજી નદીને કાંઠે નબાપરામાં સુપ્રસિદ્ધ  યાત્રાધામ શ્રી જીવનમુક્‍તેશ્વર મહાદેવ આશ્રમમાં અધિક (પુરુષોત્તમ) માસમાં ધારી ગામ સમસ્‍તના સહકારથી તા.૨૧ થી ૨૭  સુધી સામૂહિક ૫૪ પોથીજી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરેલ છે.જેમાં વક્‍તાપદે ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારાજના પુત્ર શાષાી ડો.કળષ્‍ણકુમાર મહેતા ( M.Sc, M.Ed, Ph.D.) સંગીતમય શૈલીમાં અધ્‍યાત્‍મ અને વિજ્ઞાનનો સમન્‍વય કરીને ભાગવતજીના રહસ્‍યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કરશે.

મુખ્‍ય યજમાનપદે કાંતાબેન મનસુખલાલ રૂડાણી,  ઉર્વશીબેન વિપુલભાઈ રૂડાણી પૂજાવિધિનો લ્‍હાવો લેશે.તેમજ પોથીજીના ૫૪ યજમાનો પોતાના પિતળઓના આત્‍મકલ્‍યાણાર્થે સાત દિવસ પૂજન કરશે.તા.૨૧ને ગુરુવારે રામજી મંદિર નબાપરાથી ભવ્‍ય પોથીયાત્રા સાથે કથાનો શુભારંભ થશે.કથામાં વરાહનારાયણ, સતીચરિત્ર, ધ્રુવચરિત્ર, નળસિંહપ્રાકટય, વામનજન્‍મ,રામજન્‍મ, વેશભૂષા સાથે કળષ્‍ણજન્‍મ-ભવ્‍ય નંદમહોત્‍સવ, બાળલીલા, ગીરીરાજ ઉત્‍સવ, ગોપીગીત, રુકમણીવિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો ભાવપૂર્વક ઉજવાશે. તા.૨૭ના કથાની પૂર્ણાહુતિ થશે.કથાશ્રવણનો સમય પ્રતિદિન સવારે ૮-૦૦ થી ૧૧-૩૦ નો રહેશે. કથા દરમ્‍યાન સંતો-મહંતોના આશીર્વચન, નિઃશુલ્‍ક નિદાન-સારવાર કેમ્‍પ,વ્‍યસનમુક્‍તિ, વળક્ષારોપણ,જળસંચય અભિયાન, રાત્રીભજન વગેરેનું આયોજન કરેલ છે.કથામાં ધારીના સામાજિક, ધાર્મિક અગ્રણીઓ, વ્‍યાપારીઓ, વિવિધ સંસ્‍થાઓના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહેશે.

આ ભાગવત સપ્તાહમાં નબાપરાના તથા ધારીના સર્વે અગ્રણીઓનો સાથ સહકાર પ્રાપ્ત થયેલ છે. પૂ.શ્રી ગિરધરબાપા અને પૂ.શ્રી મનહરલાલજી મહારાજના આજીવન તપના પ્રભાવથી સિદ્ધ પાવન સ્‍થળે પવિત્ર પુરુષોત્તમ માસમાં આયોજિત આ કલ્‍યાણકારી સામૂહિક ભાગવત કથામાં ઉપસ્‍થિત રહીને કથાશ્રવણ,પૂજા,આરતી, પ્રસાદનો લ્‍હાવો લેવા સૌ ભાવિકોને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સમિતિએ હાર્દિક અનુરોધ કરેલ છે.

(11:50 AM IST)