<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

બિલખાના ચેલૈયાધામે ભાગવત સપ્‍તાહ

જૂનાગઢ તા.૪: બિલખા ગામમાં આવેલ શેઠ શગાળશા અને રાણી ચંગાવતીની તપોભુમિ એટલે આજનું ચેલૈયાધામ, અહીં ગામ-પરગામ, દેશ-વિદેશથી દરરોજ હજારો ભાવિકો દર્શનાર્થે આવી રહ્યા છે. આ તપોભુમિનાં મહંત રામરૂપદાસ બાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં નિઃશુલ્‍ક ચિકીત્‍સાલય, ભોજનાલય ભાવીકોની સેવામાં અવિરત ચાલી રહ્યુ છે. ૧૪ નવેમ્‍બરથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. કથા વક્‍તા શાષાીશ્રી જગતભાઈ તેરૈયા રસપાન કરાવનાર છે. શ્રી ખેતમદાસજી બાપુ અને શ્રી શીતલદાસજી બાપુનાં આશીર્વાદ સાથે શ્રીશ્રી ૧૦૦૮ શ્રી મહંત શ્રી રામરૂપદાસજી બાપુનાં પાવન સાંનિધ્‍યે અને મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી મહંત શ્રી રામદયાલદાસજી બાપુ શ્રી ઝીથુડી હનુમાન જગ્‍યાનાં આશીષ સાથે ૧૪ નવેમ્‍બરે બપોરે ૩-૩૦ કલાકે પોથીયાત્રા યોજાશે. કથા માહત્‍મય સમજાવી શાષાી જગતભાઇનાં મુખારવંદે શ્રી કપિલ પ્રાગટય, નળસિંહ જન્‍મ, વામન પ્રાગટય, શ્રી રામચંદ્રજી પ્રાગટય, શ્રી કળષ્‍ણ જન્‍મ, શ્રી ગોર્ધન લીલા, શ્રી રૂકમણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષીત મોક્ષ, સહિત શ્રીમદભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં જ્ઞાનયજજ્‍ની નિર્મળ ધારામાં પ્રવાહીત થવા તેમજ કથા શ્રવણ કરવા શ્રી રામરૂપદાસજી બાપુએ આમંત્રણ પાઠવ્‍યુ છે.

કથાનાં મુખ્‍ય દાતા ભીમજી મુળજી મોવલીયા, કમલેશભાઇ ગોધાણી, રસીકભાઇ ગોરસીયા, રસીકભાઇ રૂપાપરા, મહેશભાઇ વેકરીયા પરિવાર દ્વારા યોગદાન પુરૂ પાડવામાં આવી રહ્યું છે

(1:23 PM IST)