તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
વિંછીયાના ભડલી ગામે ભરતભાઇ બારૈયા પર લોખંડના પાઇપથી હુમલો
દારૂ પી ગાળો બોલતાં જયસુખ, શૈલેષ અને કિશનને ટપારતાં હુમલોઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૭: વિંછીયાના ભડલી ગામે રહેતાં ભરતભાઇ કરસનભાઇ બારૈયા (ઉ.વ.૪૬) ગઇકાલે ગામમાં હતાં ત્યારે ત્રણ શખ્સો જયસુખ, શૈલેષ અને કિશને લોખંડના પાઇપથી હુમલો કરી માથા, પગ, શરીરે ઇજાઓ કરતાં લોહીલુહાણ થઇ જતાં વિંછીયા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.
ભરતભાઇ ચાર બહેન અને એક ભાઇમાં નાના છે અને છુટક મજૂરી કરે છે. તેના કહેવા મુજબ તે ગામમાં ઉભા હતાં ત્યારે ત્રણ શખ્સો જાહેરમાં દારૂ પી ગાળો બોલતાં હોઇ તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
