હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
વાંકાનેરમાં ભરતભાઇ બોસીયા પર ભત્રીજાઓનો ધોકા-પાઇપથી હુમલો
માસીયાઇ ભાઇ સાથે સમાધાન કરી લેવાનું કહેતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૦: વાંકાનેરના આંબેડકરનગરમાં રહેતાં અને કલર કામ કરી ગુજરાન ચલાવતાં ભરતભાઇ મગનભાઇ બોસીયા (ઉ.વ.૪૦) પર રાતે સાડા અગીયારેક વાગ્યે તેના ભત્રીજા હિતેષ મુળજીભાઇ બોસીયા, મનિષ બોસીયા અને ભત્રીજાવહુ ગીતાબેન સહિતે હુમલો કરી ધોકા-પાઇપથી માર મારતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે. ભરતભાઇએ કહ્યું હતું કે પોતે બે ભાઇ અને બે બહેનમાં મોટો છે અને કલર કામની મજુરી કરી ગુજરાન ચલાવે છે. તેના માસીયાઇ ભાઇ સાથે ભત્રીજા હિતેષ સહિતને અગાઉ બોલાચાલી થઇ હોઇ મનદુઃખ ચાલે છે. આથી પોતે ભત્રીજા સહિતને આ બાબતે સમાધાન કરી લેવા અંગે સમજાવવા જતાં માથાકુટ કરી હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં વાંકાનેર સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
