હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બરની પીઆરઓ સમિતિમાં ભરતભાઇ રાજાણીની નિમણુક

(ભીખુભાઇ મહેતા દ્વારા) પોરબંદર, તા.૩૧: ડિસ્ટ્રીકટ ચેમ્બરની પી.આર.ઓ. સમિીતમાં પૂર્વ પ્રમુખ ભરતભાઇ રાજાણીની વરણી કરવામાં આવી છે.
ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચેમ્બરના પૂર્વ પ્રમુખ ભરતભાઈ રાજાણીને પત્ર પાઠવી તેમની કામગીરી અને સેવાઓની સરાહના કરવામાં આવી છે. ર્ં અને ચેમ્બરના પ્રમુખ ટી. કે. કારિયા સહિતના/હોદ્દેદારોએ ભરતભાઈ રાજાણીના અનુભવ, કુશળતા અને અત્યાર સુધીના યોગદાનને બિરદાવી ચેમ્બરની પ્રવળત્તિઓમાં વધુ સક્રિય સહયોગ આપવા પબ્લિક રીલેશન સમિતિ સહિતની જવાબદારી માટે આમંત્રણ આપ્યું છે.
ચેમ્બર દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે ભરતભાઈ રાજાણીએ ચેમ્બરના પ્રમુખ તરીકે પોતાની કુશળતા, અનુભવ અને આવડતથી અનેક પ્રકારની સેવાઓ આપી છે. તેમની સેવાઓને કારણે ચેમ્બરને આનંદ અને સંતોષની લાગણી થાય છે. ભવિષ્યમાં પણ ચેમ્બરની કામગીરીને વધુ સારી બનાવવા, ઉદ્યોગ-વેપારને વેગ આપવા તથા પોરબંદર શહેર અને જિલ્લાની આર્થિક પ્રગતિ માટે તેમના અનુભવનો લાભ મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
