<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

ભાવનગર લઠ્ઠાકાંડમાં ડુપ્લિકેટ દારૂનો ફરાર આરોપી હરદીપસિંહ મોરી ઝડપાયો: 4 દિવસના રિમાન્ડ મંજૂર

- તેણે બુટલેગરોને રોયલ સ્ટેગના નામે ડુપ્લિકેટ દારૂની પેટીઓ સપ્લાય કરી હોવાનો આરોપ

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સિહોર પોલીસે ફરાર આરોપી હરદીપસિંહ મોરીને ઝડપી પાડ્યો છે. હરદીપસિંહ પર સર અને કમળેજ ગામમાં ડુપ્લિકેટ દારૂ સપ્લાય કરવાનો આરોપ છે. તેણે બુટલેગરોને રોયલ સ્ટેગના નામે ડુપ્લિકેટ દારૂની પેટીઓ સપ્લાય કરી હોવાનો આક્ષેપ છે. તપાસ દરમિયાન લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે હરદીપસિંહનું કનેક્શન પણ સામે આવ્યું છે. પોલીસે આરોપીને ભાવનગર કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે રિમાન્ડ દરમિયાન સમગ્ર નેટવર્ક અને સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ કરશે.

(4:40 PM IST)