તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ભાવનગર એલસીબીનો સપાટો:રાજ્યના વિવિધ 100 જેટલા મંદિરોમાં ચોરી કરનારા બે રીઢા ચોર ઝડપાયા
અતુલ ધકાણ ગારીયાધાર તાલુકાના નવાગામનો જ્યારે ભરત થડેશ્વર અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામનો રહેવાસી

ભાવનગર એલસીબીએ, ગુજરાતના વિવિધ 100 જેટલા મંદિરોમાં ચોરી કરનારા બે ચોરને ઝડપી પાડ્યા છે. અતુલ પ્રવીણભાઈ ધકાણ અને ભરત પ્રવીણભાઈ થડેશ્વરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અતુલ ધકાણ ગારીયાધાર તાલુકાના નવાગામનો છે, જ્યારે ભરત થડેશ્વર અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામનો રહેવાસી છે. ભાવનગર, અમરેલી, અમદાવાદ શહેર-ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં અંદાજે 100 જેટલા મંદિરોમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી કર્યાની કબૂલાત બંને ચોરોએ કરી છે. પીપળીયા પુલ નજીક સફેદ કારમાં ઉભેલા બંને આરોપીઓને બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી સફેદ કલરની કાર સાથે કુલ રૂ. 5.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
